Advertisement
Author: નોબત સમાચાર

પ્રેમમાં નિષ્ફળતા મળતા નાસીપાસ યુવાને ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું

કારખાનામાં શ્રમિક તરૃણની આત્મહત્યાઃ

   જામનગર તા.૧૧ ઃ જામજોધપુરના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલા એક ખેતરના શેઢે લીમડાના ઝાડમાં પોરબંદર જિલ્લાના એક યુવાને પ્રેમમાં બ્રેકઅપ થતાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.જ્યારે મસીતીયા રોડ પર એક કારખાનામાં અગમ્ય કારણથી પરપ્રાંતીય તરૃણે ગળાટૂંપો ખાઈ લીધો છે.

જામજોધપુર શહેરમાં માર્કેટીંગ યાર્ડ સામે આવેલા રમણીકભાઈ જાવીયા નામના ખેડૂતના ખેતરના શેઢા પરના લીમડાના ઝાડમાં ગઈકાલે સાંજે એક યુવાન ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા કોઈએ પોલીસને જાણ કરતા જામજોધપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી આવ્યો હતો.

પોલીસે ત્યાં ઝાડની ડાળીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં રહેલા યુવાનને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતકની ઓળખ મેળવવા શરૃ કરેલી તપાસમાં આ મૃતદેહ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામના કરશનભાઈ ડાયાભાઈ મકવાણા નામના પ્રૌઢના પુત્ર નિતેશ (ઉ.વ.૨૪)નો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તેના પરિવારને વાકેફ કરતા પિતા દોડી આવ્યા હતા.

તેઓએ પોતાના પુત્રને ઓળખી બતાવ્યો હતો અને થોડાક દિવસ પહેલાં નિતેશને તેની પ્રેમીકા સાથે બ્રેકઅપ થતાં અને આ યુવતી છોડીને ચાલી જતાં વ્યથિત થયેલા નિતેશે ગળાફાંસો ખાધાનું પોલીસને જણાવ્યું છે.

જામનગર નજીકના દરેડમાં આવેલા શિવમ પાર્કના પ્લોટ નં.૩૯/૧માં જય અલખધણી ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લાના જમુનીયા ગામના વતની બંટી તુલસીરામ કશ્યપ નામના પોણા અઢાર વર્ષના તરૃણે બુધવારે રાત્રે સાડા નવ વાગ્યા પછી કોઈ અકળ કારણસર પોતાના રહેણાંકમાં લોખંડની આડીમાં ગમછો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં હેમરાજભાઈ કશ્યપે તેને નીચે ઉતારી ૧૦૮ને જાણ કરી હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ યુવાનને ચકાસી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પંચકોશી બી પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh