Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પ ટેરિફ મોકુફ રહેતા માર્કેટ સુધરીઃ પોઝિટીવ અસરો
મુંબઈ તા. ૧૧ઃ ટ્રમ્પ ટેરિફ ૯૦ દિવસ માટે મોકુફ રહેતા તેની પોઝીટીવ અસરો શેરબજાર પર થઈ છે, અને આજે સવારથી જ શેરબજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
ટ્રમ્પે ટેરિફ ઉપર બ્રેક મારતા શેરબજાર ઉછળ્યુ છે. સેન્સેકસ ૧૪૦૦ તો નીફટી ૪૦૦થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. રોકાણકારોને ૭ લાખ કરોડનો ફાયદો જણાયો છે. એશિયન- અમેરિકી બજાર તુટયું પણ આપણે ત્યાં બજાર સુધર્યું છે. ભારત ટેરિફ પચાવી લેશે તેવા એંધાણ વર્તાય છે.
અમેરિકામાં પારસ્પરિક ટેરિફ પર ૯૦ દિવસના બ્રેકને કારણે આજે સ્થાનિક શેરબજારમાં તીવ્ર તેજી જોવા મળી રહી છે. શરૃઆતના કારોબારમાં સેન્સેક્સ ૧,૪૦૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો જ્યારે નિફ્ટીએ પણ ૨૨,૮૫૦ પોઈન્ટને પાર કર્યો હતો. સન ફાર્મા અને ટાટા મોટર્સના શેરમાં ૪ ટકાથી વધુનો વધારો થયો છે.
સવારે ૧૦ વાગ્યે, બીએસઈ સેન્સેક્સ ૧૪૩૧ પોઈન્ટ વધીને ૭૫૨૭૮ પર ટ્રેડ થઈ રહૃાો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૪૭૨ પોઈન્ટ વધીને ૨૨૮૭૧ પોઈન્ટ પર પહોંચ્યો. આ વધારા સાથે, બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૬.૯૭ લાખ કરોડ રૃપિયા વધીને ૪૦૦.૭૯ લાખ કરોડ રૃપિયા થયું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના તમામ દેશો માટે પારસ્પરિક ટેરિફ પર ૯૦ દિવસનો બ્રેક લાદવાની જાહેરાત કરી છે. ચીન પર પારસ્પરિક ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરવામાં આવ્યો છે. ગુરુવારે મહાવીર જયંતીના કારણે સ્થાનિક શેરબજાર બંધ રહૃાા હતા, એટલા માટે આજે બજારે તેના પર પ્રતિક્રિયા આપી.
સેન્સેક્સના ૩૦ માંથી ૨૭ શેર વધારા સાથે ખુલ્યા. સન ફાર્મા, ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સના શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. બીજી તરફ, એશિયન પેઇન્ટ્સ, ઇન્ડસઇન્ડ બેંક અને ટીસીએસના શેરમાં ઘટાડો થયો હતો.
વેલસ્પન લિવિંગના શેર આજે ૬ ટકાથી વધુ વધીને રૃ. ૧૨૦ પર ટ્રેડ થઈ રહૃાા છે. નુવામા વેલ્થના શેરમાં ૫ ટકાનો વધારો થયો છે, જ્યારે કેન્સ ટેકના શેરમાં ૪.૬૬ ટકાનો વધારો થયો છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ૫.૪૫ ટકાનો વધારો થયો છે, જ્યારે કેપીઆઈટી ટેકના શેરમાં ૫ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, સોલાર ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ૩.૫૦ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસમાં ૪.૬૦ ટકા, ટાટા સ્ટીલમાં ૪.૩૬ ટકા, ટાટા મોટર્સમાં ૪.૨૧ ટકા અને જેએસડબલ્યુમાં ૪.૨૬ ટકાનો વધારો થયો છે.
બુધવારના વધારા પછી, ગુરુવારે વૈશ્વિક બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ ૧૦૦૦ પોઈન્ટથી વધુ ઘટયો. ત્યાં તે ૩ થી ૪ ટકા ઘટયું. આ ઉપરાંત એશિયન બજારમાં ઘટાડો જોવા મળ્યો. જાપાનનો નિક્કી ૧૪૦૦ પોઈન્ટ ઘટયો હતો. તે જ સમયે, ચીનના શેરબજારમાં થોડો વધારો જોવા મળ્યો છે.
છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે સેન્સેકસ ૧૫૪૦ પોઈન્ટ અને નિફટી ૫૦૬ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial