Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધાર્મિક લાગણી દુભાવવા અંગે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા.૧૧ ઃ જામનગરના રાંદલનગર વિસ્તારમાં ગયા રવિવારની સવારે એક શખ્સે માનસિક વિકૃતી પ્રદર્શિત કરી ત્યાં બેસેલી ગાય સાથે અમાનવીય કૃત્ય આચર્યું હતું. ઉપરોક્ત બનાવનો વીડિયો વાયરલ થયા પછી ગઈકાલે રાંદલનગરના એક સદ્ગૃહસ્થે આ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના રાંદલનગરમાં આવેલી એક શાળા ૫ાસે ગયા રવિવારે સવારે પાંચેક વાગ્યે ચાલીસેક વર્ષનો એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. તેણે આ સ્થળે બેસેલી એક ગાય સાથે અમાનુષી કૃત્ય આચર્યું હતુંં.
ઉપરોક્ત બનાવ ત્યાં મુકવામાં આવેલા એક સીસી ટીવી કેમેરામાં કંડારાઈ ગયો હતો. તેને નીહાળી આ વિસ્તારમાં ભારે રોષ પ્રસર્યાે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઉપરોક્ત વીડિયો પછી ગઈકાલે રાંદલનગરમાં વસવાટ કરતા પ્રભાતસિંહ પ્રતાપસિંહ જાડેજાએ ફરિયાદ કરી છે.
સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેઓએ નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ અંદાજે ચાલીસેક વર્ષના શખ્સે ગાયને દુખ અને દર્દ થાય તે રીતે અને હિન્દુ સમાજમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે, તેની પૂજા કરવામાં આવે છે તેમ જાણવા છતાં ગાય સાથે આ પ્રકારનું કૃત્ય આચરી ધાર્મિક લાગણી દુભવી છે. ઉપરોક્ત ફરિયાદ પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પોલીસે બીએનએસ કલમ ૨૯૯ તથા પશુ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.