Advertisement
Author: નોબત સમાચાર

પહેલી એવી ચૂંટણી હશે, જેમાં શાસકો પણ ખુશ... વિપક્ષ પણ ખુશ... પણ થોડો વસવસો!

આ વખતે ઈવીએમ કે વીવીપેટનો ઉગ્રતાપૂર્વક વાંક કાઢવાનો સીલસીલો થંભ્યો!

નવી દિલ્હી તા. ૬: વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણી કદાચ પહેલી એવી ચૂંટણી હશે જેમાં શાસક પક્ષ અને વિપક્ષો બન્ને થોડા વસવસા સાથે એકંદરે ખુશ છે. એનડીએને તો બહુમતી મળી, પણ ભાજપ બહુમતીના આંકડાથી દૂર રહી જતા 'ના છૂટકે' (તળપદી શબ્દ અલગ છે) ગઠબંધનની સરકાર રચવી પડશે, તેવો વસવસો રહી ગયો, પરંતુ પ્રી-પોલ એલાયન્સ રચીને ચૂંટણી લડેલા એનડીએને બહુમતી મળી, તેથી એનડીએ ખૂશ છે, જ્યારે મોદી સરકારને ઘરભેગી કરવાના મૂળ ઉદ્દેશ્ય સાથે એકજુથ થયેલા વિપક્ષોએ ઈન્ડિયા ગઠબંધન રચીને મક્કમ ફાઈટ તો આપી, પરંતુ સાદી બહુમતી પણ મેળવી શકાઈ નહીં, તેવો વસસવસો રહી જવા છતાં મજબૂત વિપક્ષ તરીકે મજબૂતીથી રાજનીતિ થઈ શકશે અને પી.એમ. મોદી કે એનડીએના કોઈ સાથીદાર પક્ષોને પરસ્પર ફાવશે નહીં, તો તેવા સંજોગોમાં સત્તા પણ મળી શકે છે, તેવા આશાવાદ સાથે ઈન્ડિયા ગઠબંધન તો હારવા છતાં ખુશખુશાલ છે!

આ વખતે ચૂંટણી સંપન્ન થયા પછી ઈવીએમ કે વીવીપેટનો વાંક કાઢવાનો સીલસીલો લગભગ થંભી ગયો હોય તેમ જણાય છે. વર્ષ ર૦૦૯ માં યુપીએને બહુમતી મળ્યા પછી ભાજપે આ સીલસીલો શરૂ કર્યો હતો અને વર્ષ ર૦૧૪ થી વર્ષ ર૦રર સુધીની ચૂંટણીઓમાં વિપક્ષોએ આગળ વધાર્યો હતો, પરંતુ આ વખતે એકાદ-બે અપવાદ સિવાય કોઈ નેતાએ ઈવીએમ-વીવીપેટના કારણે જ હારજીત થઈ હોવાના આક્ષેપો કર્યા નથી, તેથી ચૂંટણીપંચને પણ ખુશી થઈ હશે!

જો કે, કેટલાક વિસ્તારોમાં સ્થાનિક તંત્રો અને મેનેજમેન્ટ અંગે ફરિયાદો ઊઠી, પરંતુ એકંદરે ચૂંટણીપંચની આ વખતની કામગીરીના વખાણ થયા!

હવે મોદી સરકાર કેટલું ટકશે? શું મોદીની કાર્યશૈલી નીતિશ-નાયડુને અનુકૂળ આવશે? તેવા સવાલો વચ્ચે એવી અટકળો પણ થઈ રહી છે કે લોકસભાનું અધ્યપક્ષદ, ઉપાધ્યક્ષપદ, એનડીએનું સંયોજકપદ તથા કેન્દ્રિય મંત્રીમંડળમાં સાથીદાર પક્ષોના વધુમાં વધુ સાંસદોને સમાવવા તથા મલાઈદાર ખાતાઓ મેળવવા સાથીદાર પક્ષો દબાણ કરશે, અને જો મોદી તેની સામે ઝુકશે, તો તેની છબિ ઝંખવાશે અને ભાજપમાં પણ અસંતોષ ઊભો થશે, તેવી અટકળો થઈ રહી છે, જવાબમાં એનડીએના નેતાઓ કહે છે કે, 'મુંગેરીલાલ કે હસીન સપને!'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh