Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરતા પાડોશી સામે ફરિયાદ

પાંચ દિવસે ફરિયાદ નોંધાઈઃ

જામનગર તા. ૬: દ્વારકામાં રહેતી એક સગીરાને રાત્રે ફોન કરીને બોલાવી હતી. આ પછી સોડામાં કોઈ પદાર્થ મિશ્રિત કરી તેણીને પીવડાવી દેવાયો હતો.  આ પછી અર્ધ બેભાન અવસ્થામાં તેણી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યુું હતું. આ બનાવ અંગે પાં દિવસ પછી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. દુષ્કર્મના આ બનાવ અંગેની વિગત એવી છે કે, દ્વારકામાં રૂપેણ બંદર વિસ્તારમાં રહેતી એક સગીરાને એ જ વિસ્તારમાં રહેતા આરોપી મયુદ્દીન ભીખુભાઈ સમાએ ફોન કરીને બોલાવી હતી. આથી રાત્રે દસેક વાગ્યા પછી સગીરા તેની પાસે પહોંચી હતી. આ પછી આરોપીએ સોડામાં કોઈ કેફી પીણુ નાખી સગીરાને પીવડાવી દીધુ હતું. આ પછી અર્ધબેભાન અવસ્થામાં સગીરા સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે ગઈકાલે રાત્રે પોલીસે ફરિયાદ નોંધી છે અને ૫ોક્સો, દુષ્કર્મની કલમ હેઠળ આરોપી મયુદ્દીન સામે ગુન્હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

ગત તા.૩૧ની રાત્રિના બનેલા આ બનાવ અંગે પાંચ દિવસે ગઈકાલે ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ પોલીસ ઈન્સ. ટી.સી. પટેલ ચલાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh