Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માસિક સ્ત્રાવ અંગે માહિતી-માર્ગદર્શન અપાયા
જામનગર તા. ૭: જામનગર તાલુકાના નાઘેડી ગામમાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ હતી. માસિક સ્ત્રાવ એ કોઈ રોગ નથી. માસિક સ્ત્રાવ અંગે સમજાવાયું હતું. માસિક સ્ત્રાવ દરમિયાન ગેરમાન્યતા છોડીએ, સ્વચ્છતા અને સુરક્ષાનો અભિગમ અપનાવીએ તેવો સંદેશ આપી જરૂરી માહિતી અને માર્ગદર્શન અપાયા હતાં.
જામનગર જિલ્લા ૫ંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલ અને લાખાબાવળ આરોગ્ય કેન્દ્રના ડો. ભૂમિ ઠુંમરના માર્ગદર્શન હેઠળ નાઘેડી ગામમાં માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામની બહેનોને સેન્ટર પર એકઠા કરી માસિક સ્ત્રાવ શું છે...? માસિક ચક્ર ર૮ દિવસમાં એકવાર શરૂ થતું હોય છે, પરંતુ કેટલીક મહિલાઓને ર૧ થી ૪૦ દિવસ સુધીમાં માસિક આવતું હોય છે. છોકરીઓમાં સામાન્ય રીતે ૧ર વર્ષની વયથી માસિક આવવાની શરૂઆત થતી હોય છે. કેટલીક છોકરીઓના કિસ્સામાં તે વહેલું શરૂ થતું હોય છે અને કેટલીકમાં મોડેથી શરૂ થતું હોય છે.
માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા અંગેની માનસિકતાનું એનિમિયા વચ્ચે સીધો સંબંધ છે. એનેમિયાનું સૌથી સામાન્ય કારણ માસિક સ્ત્રાવ દરમિયાન થતો રક્ત સ્ત્રાવ છે. તેમજ તે દિવસોમાં જે અંતર્ગત સ્વચ્છતા પર પણ ખુબ ધ્યાન રાખવાનું હોય છે. જો અંગત સ્વચ્છતા પર ધ્યાન રાખવામાં ન આવે તો કેટલીક સમસ્યા પણ થઈ શકે, જે ઘણી કિશોરીમાં જોવા મળે છે. કાપડના પેડ જેવા સેનિટરી પેડનો ઉપયોગ કરવો તેમજ યોગ્ય નીકાલ કરવો. ઘણા ગામોમાં માસિક સ્ત્રાવ અંગે જૂની રૂઢીગત માન્યતાઓ કે ગેરસમજ જેવી કે આ સમય દરમિયાન મહિલાઓને અપવિત્ર માનવામાં આવે છે. એટલા માટે તેમને પૂજા અને પ્રાર્થનાથી દૂર રહેવું પડે છે. કેટલીક જગ્યાઓએ માસિક સ્ત્રાવ દરમિયાન મહિલાઓને અલગ રાખવાનો પણ રિવાજ છે. આ ગેરમાન્યતા દૂર થાય તે વિષે સમજાવવામાં આવ્યા હતાં.
માસિક સ્ત્રાવ દરમિયાન પોષણ સંબંધી જરૂરિયાત જેવી કે, સમતોલ આહાર, આઈ.એફ.એ ગોળીનું મહત્ત્વ, લોહતત્ત્વથી ભરૂપર આહાર લેવો તેમજ એનિમિયા વિષે, અંગત સ્વચ્છતા વિષે, વિગેરે જેવી બાબતો પર વિગતવાર માહિતી જિલ્લા પંચાયતના ડીએસબીસીસી ચિરાગ પરમાર અને લાખાબાવળ આરોગ્ય કેન્દ્રના નાઘેડી ગામના સી.એચ.ઓ હેતલ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial