Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ પર્યાવરણ દિને વન વિભાગના સહયોગથી
જામનગર મહાનગરપાલિકા તથા વનવિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગરમાં વૃક્ષારોપણ તથા રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જામનગર મહાનગરપાલિકા અને વનવિભાગના સંયુક્ત ઉપક્રમે અમૃત ર.૦ યોજના અંતર્ગત ગાર્ડન રીઝર્વ પ્લોટ ટી.પી. સ્કીમ નં. ૧ ફાઈનલ પ્લોટ નં. ૧૦ર સોનલનગરમાં ગ્રીન સ્પેસ એન્ડ પાર્કસ પ્રોજેક્ટ ડેવલોપ અંતર્ગત વૃક્ષારોપણ તથા રોપા વિતરણનું ટી.પી. સ્કીમ પ્લોટ નં. ૩ એ/૬૬ ગાર્ડનના હેતુ માટેના પ્લોટમાં ૬૮૬૯ ચો.મી.માં આયોજન કરવામાં આવ્યું હતું. રામચંદ્ર મિશન-હાર્ટ ફૂલનેસ સંસ્થાના સહયોગથી ટી.પી. સ્કીમ નં. ૧ ફાઈનલ પ્લોટ નં. ૧૦ર મા ૩૦,૦૦૦ રોપાનું વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે તેમજ મે-ર૦ર૪ મા ટી.પી. સ્કીમ નં. ર બી (જાડા) ફાઈનલ પ્લોટ નં. ૪૭ મા કુલ ૧૧,૦૦૦ રોપાનું વૃક્ષારોપણ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમજ ૩પ,૦૦૦ રોપાનું વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિતરણ કરવામાં આવેલ તથા જુદા જુદા ટી.પી. સ્કીમના પ્લોટમાં ૧પ,૦૦૦ વૃક્ષોનું વાવેતર જૂન માસથી કરવામાં આવશે.
આ કાર્યક્રમમમાં મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કમિશનર ડી.એન. મોદી, ડે. મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન સ્ટે. કમિટી નિલેશભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોષી, આરોગ્ય અને ગાર્ડન કમિટીના ચેરમેન અલ્કાબા જાડેજા, ડે. કમિશનર ડી.એ. ઝાલા, આસી. કમિશનર અને સિટી ઈજનેર બી.એન. જાની તથા કોર્પોરેટરો ગોપાલભાઈ સોરઠિયા, શ્રીમતી ડીમ્પલબેન રાવલ તેમજ જામનગર મહાનગરપાલિકા તથા વનવિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ સ્થળે મહાનુભાવોના વરદ્ હસ્તે ૧પ૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરના અલગ-અલગ વિસ્તાર ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી (ગાંધીનગર મેઈન રોડ), મહાકાળી સર્કલ (એરોડ્રામ રોડ), પ્રદર્શન ગ્રાઉન્ડ (સાત રસ્તા સર્કલ પાસે), સંગમબાગ (રણજીતસાગર રોડ), ગુલાબનગર (સિવિક સેન્ટર), ખંભાળિયા નાકા પાસે (માધવરાય મંદિર પાસે), તળાવની પાળ ગેઈટ નં. ૧, વિરલ બાગ, અન્નપૂર્ણા મંદિર ગેઈટ લાલવાડી તથા પંચેશ્વર ટાવર પાસે નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરવામાં આવેલ હતું.
આ સમગ્ર કાર્યક્રમ કમિશનર ડી.એન. મોદીની સૂચના અન્વયે ડે. કમિશનર ડી.એ. ઝાલા તથા આસી. કમિશનર અને સિટી ઈજનેર બી.એન. જાની તથા હિતેષભાઈ પાઠક અને તેમની ટીમ (ગાર્ડન શાખા) દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial