Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૧૧ જૂન સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી

પ્રિ-મોન્સુન પછી થશે ચોમાસાનું આગમન

અમદાવાદ તા. ૬: ગુજરાતમાં ૧૧ જૂન સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં પ્રિ-મોન્સુન વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજથી ૧૧ જૂન સુધી વરસાદની આગાહી છે. તેમાં પ્રિ-મોન્સુનના વરસાદ પછી ચોમાસાનું આગમન થશે. તેમજ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.

આજે દાહોદ, છોઠા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી છે. તેમજ ૮ જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ તથા દાહોદ, વડોદરા, નર્મદા તેમજ છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં આગાહી છે, તેમજ ૯ અને ૧૦ જૂને રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી છે. તથા ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા તેમજ મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે.

૯ જૂનથી ૧૧ જૂન મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ર ડિગ્રી તાપમાન ઘટ્યું છે. તેમજ રાજ્યના ૪ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રી ઉપર નોંધાયું છે. તેમજ સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં ૪૧.૮ ડિગ્રી નોંધાયું છે. તેમજ અમદાવાદ ૪૧.૭ ડિગ્રી, ગાંધીનગર ૪૧.૪ ડિગ્રી, રાજકોટ ૪૧.૪ ડિગ્રી તથા ડીસા ૩૯.૭ ડિગ્રી, વડોદરા ૩૯.ર ડિગ્રી, કંડલા ૩૯.૪ ડિગ્રી તાપમાન છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh