Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોસ્પિટલમાં દાખલ દર્દીની ખબર કાઢવા જતાં
જામનગર તા. ૬: જામનગર તાલુકાના નાઘેડી ગામમાં પાણી ભરવા બાબતે બે મહિલાઓ વચ્ચે બોલાચાલી થયા પછી બંનેના પરિવાર વચ્ચે ઝઘડો, મારામારી થઈ હતી. જેમાં દાખલ મહિલાની ખબર કાઢવા હોસ્પિટલ જઈ રહેલા આધેડ પર એક આરોપીએ છરી વડે હુમલો કર્યાે છે.
જામનગર તાલુકાના નાઘેડી ગામના નારણભાઈ ભાણજીભાઈ રાઠોડ (ઉ.વ.૫૩) ગઈકાલે સવારે હોસ્પિટલમાં દાખલ દર્દીની તબીયત જોવા અને ખબર અંતર પુછવા જતા હતા.
ત્યારે નારણભાઈ પરમારે તેના પર છરી વડે હુમલો કર્યાે હતો. આ અંગે જેઠાભાઈ રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નારણભાઈ પરમાર સામે ગુન્હો નોંધ્યો છે.
નાઘેડી ગામમાં પાણી ભરવાના પ્રશ્ને બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં દાખલ મહિલાની તબીયતના ખબર અંતર પૂછવા જતા સમયે આ હુમલો કરવામાં આવ્યો હતો. પીએસઆઈ કે.એન. જાડેજાએ આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial