Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાલકેશ્વરીનગરીમાં અકસ્માતની ૫ોલીસ ફરિયાદઃ
જામનગર તા. ૬: જામનગરમાં વાલકેશ્વરીનગરી વિસ્તારમાં ડબલસવારી બાઈકને એક મોટરચાલકે હડફેટમાં લેતા અકસ્માત થયો હતો. જેમાં બાઈકસવાર બે યુવકને ઈજા પહોંચતા કારચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરના રામેશ્વરનગર ગાયત્રી સોસાયટીમાં રહેતો વિશ્વરાજસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ.૨૧) ગત તા.૧-૬-૨૪ના પોતાના મિત્ર ભગુરાજસિંહ ભરતસિંહ પરમારને સાથે લઈને ચાલક વાલકેશ્વરીનગરી પાસેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે જીજે-૧૦-સીએન ૧૩૧૨ નંબરની અર્ટીગા કાર ચાલકે બાઈકને હડફેટે લેતાં અકસ્માત થયો હતો.
આ બનાવમાં બાઈકસવાર બંને યુવકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
આ બનાવ અંગે વિક્રમરાજસિંહ જાડેજાએ કારચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ હેડ કોન્સ. સોયબભાઈ મકવાએ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial