Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગર ત્રણ-ચાર વર્ષ ધૂળિયુ રહ્યું અને ૪ર કરોડનું આંધણ થયું છતાં
ખંભાળીયા તા. ૬: ખંભાળીયા ભૂગર્ભ ગટર પ્રશ્ને રાજ્ય સરકાર જાગી વીસેક કરોડના ખર્ચે ઘટતી પૂર્તતા થશે, અધૂરી યોજના પૂર્ણ થશે તેમ જાણવા મળે છે.
ખંભાળીયા શહેરમાં આઠેક વર્ષ પહેલા ભૂગર્ભ ગટર યોજના ૩-૪ વર્ષ ગામને ધૂળિયુ બનાવીને ૪ર કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી પણ આ યોજના કમ્પલીટના હોય તે યોજના સંભાળવા પાલિકાએ ઠરાવ ના કરતા ના સંભાળતા વર્ષોથી આ યોજનામાં ભૂગર્ભગટરની સ્થિતિ જમીનમાં એમજ નાખેલી રહી.
આ પહેલાની પાલિકા બોડીના કારો. ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા આ બાબતે રાજ્ય સરકારને વિસ્તૃત રજુઆતો કરેલી તથા તત્કાલિન પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર તથા ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરાએ પણ રજુઆતો કરી હતી તે પછી જો યોજના ટેસ્ટીંગ કરી પાઈપ લાઈન ચાલુ સ્થિતિમાં છે તેવું દર્શાવે તો સંભાળવા નક્કી પણ થયેલું તથા તાત્કાલીન પાલિકા ઝોનલ મ્યુનિસીપલ અધિકારી ધીમંત વ્યાસ તથા અશોક શર્મા જિલ્લા કલેકટર દ્વારા રસ લઈને મિટિંગો પણ કરાઈ હતી. અતિ મહત્ત્વની એવી આ ભૂગર્ભ ગટર યોજનાના ૪ર કરોડ રૂપિયા પાણીમાં હોય તેવી સ્થિતિ હોય તથા આ બાબતે સવા વરસ પહેલા જ ખંભાળીયાના ધારાસભ્ય બનેલા તથા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાને આ વીકટ પ્રશ્નની જાણ થતાં તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કહીને તથા અધિકારીઓનું સંકલન કરતા વીસેક કરોડ રૂપિયાના ખર્ચે આ યોજનાના ડ્રેનેજ પ્રોજેકટ કંપલીટ થશે અને આખી યોજના ચાલુ થઈ જશે અને હાલ ભૂગર્ભ ગટરની સમસ્યા હલ થશે.
ભૂગર્ભ ગટર ગંભીર સમસ્યા
ખંભાળીયા શહેરમાં જ્યારે ૪ર કરોડનું કામ ખાનગી કંપનીને ભૂગર્ભ ગટરનું સોંપાયું ત્યારે આ કંપનીને સમગ્ર રાજ્યમાં આવા કામો મળતા પેટા કોન્ટ્રાકટો દ્વારા અહીં આડેધડ કામ થયું હતું જેને કારણે સ્થિતિ એવી છે કે ઘર પાસે આખા ગામના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર છે જેમાં જોઈન્ટ મારવાનો બાકી છે પણ અનેક લોકોએ જાતે જ હાથેથી જોઈન્ટ લગાડતા ભૂગર્ભ ગટરના પાઈપમાં ગંદુ પાણી કચરો જાય છે જે ચાલુ ના હોય તેનો નિકાલ ના થતાં ઢાળ હોય તે બાજુ આ ગંદુ પાણી કચરો જાય છે. જેથી અનેક સ્થળે ભૂગર્ભ ગટરના ઢાંકણામાંથી ગંદુ પાણી લીકેજ થાય છે તો રામનાથ, સલાયા ગેઈટ, સ્ટેશન રોડ જેવા કેટલાયે સ્થળે તો ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી લોકોના ઘરમાં પણ આવે છે!!
મૂળુભાઈ બેરાના પ્રયાસો ફળ્યા
ભૂગર્ભ ગટર સાથે વેક્યૂમ મશીન ટેંકર વિગેરે પણ તંત્રએ આપેલા છે તે ભૂગર્ભગર ચાલુ ના હોય આ સાધનો પણ વર્ષોથી પડ્યા પડ્યા ભંગાર જેવી સ્થિતિમાં થઈ ગયા છે ત્યારે રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાના આ સફળ પ્રયત્નો પ્રશંસનીય બન્યા છે. ખંભાળીયા પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા પણ આ આયોજનમાં સફળત્તા થાય તે મટો પ્રયત્નો શરૂ કરાયા છે. સરકારના જીયુડીસીએમ તંત્ર દ્વારા સમગ્ર કાર્યવાહી થવાની છે જેમાં પાલિકાનો વર્ષોનો પ્રશ્ન હલ થશે અને પાણીમાં ગયેલો ૪ર કરોડ ઉપયોગીતાવાળા થશે !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial