Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોટેલ્સ, હોસ્પિટલ, શોપીંગ મોલ્સ તથા હાઈ-વે પર જિલ્લા તંત્રનો સર્વેઃ
દ્વારકા તા. પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા નગરપાલિકા વિસ્તારોમાં ફાયર સેફ્ટી અંગે સઘન ચકાસણી સાથે હોસ્પિટલ, હાઈવે, શોપીંગ મોલમાં સર્વે કરવાની સાથે નોટીસો તથા સીલીંગની કાર્યવાહી હાથ ધરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ છ નગરપાલિકાઓ દ્વારકા, ઓખા, ખંભાળિયા, ભાણવડ તથા સલાયાના પાલિકાના વિસ્તારોમાં આવેલી હોટલ્સ, હોસ્પિટલ્સ, શોપીંગ સેન્ટર્સ, મીની મોલ જેવા વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્રની સૂચના તથા રાજ્યના રિજિયોનલ ફાયર અધિકારીની સૂચના તથા માર્ગદર્શન સાથે નગરપાલિકાના તંત્ર દ્વારા ફાયર સેફ્ટી અંગે ચકાસણીની કામ હાથ ધરી છે.
જિલ્લાના ખંભાળિયા નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્વે પછી નોટીસો તથા જ્યાં ક્ષતિ હોય ત્યાં સીલીંગ, ફરિયાદ વિગેરે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. સર્વેની કામગીરી તથા ચેકીંગમાં નગરપાલિકાના ચીફ ઓફિસર્સ પણ જોડાયા હતાં.
આ અંગે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉદય આર. નસીતને પૂછતા તેઓએ જણાવેલ કે ફાયર સેફ્ટી અંગે અત્યાર સુધીમાં ર૦૦ જેટલા હોટલ, ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્ટ વિગેરે કોમર્શિયલ એકમોને ફાયર સેફ્ટી પૂર્તતા કરવા અંગે નોટીસ પાઠવવામાં આવેલ છે અને હજુ પણ આવનારા દિવસોમાં આ કામગીરી ચાલનાર છે. નોટીીસમાં જણાવ્યાનુસાર આવા ઈસમોએ તાત્કાલિક ફાયર સેફ્ટી અંગેના એન.ઓ.સી. મેળવવાની રહેશે અને જ્યાં સુધી એન.ઓ.સી. ન મળે ત્યાં સુધી એકમો બંધ રાખવાની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
ફાયર એન.ઓ.સી. તથા બિલ્ડીંગ યુસેજની પરવાનગી મળ્યા વગર દુર્ઘટના થયે સઘળી જવાબદારી જે તે વ્યક્તિ કે એકમની રહેશે તેવું સ્પષ્ટપણ જણાવવામાં આવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial