Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રીલંકા, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મોરેશિયસના વડાઓ સહિત
નવી દિલ્હી તા. ૬: સંભવતઃ ૮ મી જૂને મોદી સરકારની શપથવિધિ થશે, જેમાં વિદેશી દિગ્ગજોને આમંત્રણ અપાઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.
લોકસભા ર૦ર૪ ની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને ર૯૩ બેઠકો મળી છે. નરેન્દ્ર મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા છે. તમામ ઘટક પક્ષોએ તેમના સમર્થન પત્રો સબમિટ કર્યા છે. ત્યારે મોદી ૮ મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે.
આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે વિદેશી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન, નેપાળ અને મોરેશિયસના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા જણાવાઈ રહી છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના મીડિયા વિભાગે કહ્યું કે, 'વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે અને વિક્રમસિંઘેએ તે આમંત્રણનો સ્વીકાર્ય કર્યો છે.' આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી.
રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે 'આ વાતચીત દરમિયાન મોદીએ શેખ હસીનાને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ પણ આપ્યું હતું.' મોદીએ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે પણ વાતચીત કરી હતી. આજે તેમને ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનિય છે કે, ર૦૧૪ માં મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશોના નેતાઓ હાજર રહ્યા હતાં.
ર૦૧૯ ની લોકસભા ચૂંટણી પછી ભારતે બીઆઈએમ એસટીઈસી દેશોના નેતાઓને મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. બીઆઈએમએસટીઈસી એક પ્રાદેશિક જુથ છે જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. ર૦૧૪ માં જ્યારે નરેનદ્રભાઈ મોદીએ તેમના પ્રથમ કાર્યકાળ માટે શપથ લીધા ત્યારે તત્કાલિન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સહિત તમામ સાર્ક નેતાઓએ સમારોહમાં હાજરી આપી હતી.
પીએમ મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે પણ ફોન પર વાત કરી હતી અને બન્ને નેતાઓએ 'વિકસિત ભારત ર૦૪૭' અને 'સ્માર્ટ બાંગ્લાદેશ ર૦૪૧'ના વિઝનને આગળ વધારવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. એનડીએની જીત પર પીએમ મોદીને અભિનંદન આપનાર પ્રથમ વિદેશી નેતાઓમાં શેખ હસીના પણ સામેલ છે. તેમણે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.
નેપાળના વડાપ્રધાન પુષ્પ દહલ 'પ્રચંડ', ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબગે અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથને પણ આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે. વિદેશી નેતાઓને આજે ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવશે.
આ વખતે મોદી ૩.૦ કેબિનેટમાં એનડીએ સાથી પક્ષોને વધુ પ્રતિનિધિત્વ જોવા મળે તેવી શક્યતા છે. કારણ કે ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી છે.
આ ચૂંટણીમાં ભાજપને ર૪૦ બેઠકો મળી છે. એનડીએનો ભાગ બનેલી ટીડીપીને ૧૬ અને નીતિશ કુમારની પાર્ટી જેડીયુને ૧ર બેઠકો મળી છે. આ સાથે જ ચિરાગ પાસવાનની પાર્ટીને પણ પાંચ બેઠકો મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial