Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપ પ્રદેશ સંગઠનમાં પણ પ્રમુખપદ, મહામંત્રીના પદ સહિત નવી નિયુક્તિ થશેઃ બોર્ડ-નિગમોમાં ચેરમેન-ડાયરેકટરો નિમવા કવાયત
જામનગર તા. ૬: લોકસભાની ચૂંટણીમાં આમ જુઓ તો ભાજપે ર૬માંથી રપ બેઠકો જીતી જ લીધી છે તેમ છતાં કોંગ્રેસના ગેનીબેનની બેઠક ગુમાવવાનો ડંખ પણ ભાજપ માટે ચિંતાજનક બન્યો છે.
ગુજરાતમાં ભાજપના વરસો જુના કાર્યકરો, આગેવાનોની સદંતર ઉપેક્ષા કરી હાંસીયામાં ધકેલી દેવા કોંગ્રેસમાંથી આવેલાઓને ટીકીટ, મંત્રીપદ આપવા સાથે લાલ જાજમ બીછાવી સ્વાગત સન્માન કરવાની પક્ષના મોવડીમંડળની નીતિ રીતિના કારણે ચૂંટણીમાં નારાજગી જોવા મળી હતી.
આ ઉપરાંત છેલ્લા થોડા વરસોમાં કથિત રીતે માનવ સર્જિત દુર્ઘટનામાં અસંખ્ય માનવજિંદગીનો ભોગ લેવાયો, અને આવી દુર્ઘટના સર્જાવા પાછળ જવાબદાર સરકારી વિભાગો તેમજ ભાજપના રાજકિય આકાઓનો ભ્રષ્ટાચાર કારણભૂત હોવાનો આક્રોશ ચારેતરફ ફેલાયો છે. રાજ્ય સરકાર દ્વારા સીટની રચના, પિડીતોને સહાય, કડક કાર્યવાહી, ચમરબંધીને છોડશું નહીં, તેવા ૫ડકારા રાબેતા મુજબ થાય છે અને એક પણ દુર્ઘટના પ્રકરણમાં કોઈ કરતા કોઈ પ્રજાને સંતોષ થાય તેવા કડક પગલાં લેવાયા નથી. ઉલ્ટાનું સરકારમાં બેસેલા, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભલામણો/ દબાણના કારણે તપાસ, કડક કાર્યવાહીની વાતો હાસ્યાસ્પદ લાગે છે.
આ બાબતનો ઉલ્લેખ એટલા માટે છે કે ભાજપના જુના અને વિચારધારાને વરેલા, પક્ષના કોઈપણ ઉમેદવાર માટે તનતોડ મહેનત કરનારા ભાજપને સતાસ્થાને પહોંચાડનારા પાયાના કાર્યકરોમાં તેમજ આમ પ્રજામાં જે રોષ અને નારાજગી ફેલાય છે તેનું ડેમેજ કન્ટ્રોલ કરવાનો સમય પાકી ગયો છે.
રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી એકાદ અઠવાડિયામાં જ ગુજરાત સરકારના મંત્રી મંડળમાં ધરખમ ફેરફારો થવાની શકયતા છે. સંભવતઃ વિજય રૂપાણીની સરકારની જેમ આખે આખી સરકાર વિખેરાય જાય.. નવું જ મંત્રીમંડળ બને...
આ ઉપરાંત સીઆર પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ તો પૂરો થઈ જ ગયો છે અને ફરીથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હોય, ભાજપ પ્રદેશ પ્રમુખ પદે કોઈ નવું જ નામ આવે તેમ જણાય છે. જ્યારે પ્રદેશ મહામંત્રી સહિતના મહત્ત્વના પદો ઉપર પણ ફેરફાર થશે તેમ જણાય છે. એટલું જ નહીં જુના કાર્યકરો /આગેવાનોની નારાજગી દૂર કરવા બોર્ડ-નિગમોમાં ચેરમેન અને ડાયરેકટરોની પણ નિમણૂક માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
આમ અંતરંગ સુત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રમાં મોદી સરકારના સત્તાગ્રહણ પછી તરત જ ગુજરાતના રાજકારણમાં અને ભાજપમાં મોટા પાયે નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial