Advertisement
Author: નોબત સમાચાર

પ્રિ-મોન્સુન એક્ટિવિટી હેઠળ મુંબઈમાં વરસાદ થતાં ઠેર-ઠેર જલભરાવઃ ઠંડક થઈ

ચોમાસુ પહોંચ્યુ ગોવાઃ ભારે વરસાદઃ ૧૦ જૂને પહોંચશે મુંબઈ

મુંબઈ તા. ૬: મુંબઈમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ છે અને અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે જેથી લોકોને ગરમીથી મળી રાહત થઈ છે.

મુંબઈમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થતાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે. સાયનમાં ૩૦ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે, પરંતુ મુંબઈના ઘણાં ભાગો હજુ પણ પ્રિ-મોન્સૂન વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન નિષ્ણાતોના અનુસાર પ્રિ-મોન્સુન એક્ટિવિટીઝ ટૂંક સમયમા વધશે અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાશે. હાલ મુંબઈમાં લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાના અહેવાલ છે.

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી પડી રહી છે. પરંતુ મુંબઈ માટે કારણ કે નવી મુંબઈ સહિત અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોને છેલ્લા કેટલાક સમયથી આકરી ગરમી અને ભેજમાંથી થોડી રાહત મળી છે. દેશમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ પ્રી-મોન્સુન વરસાદે રવિવારે મુંબઈમાં પ્રવેશ કર્યો હતો. ચોમાસું ગોવા પહોંચી ગયું છે અને ૧૦ જૂન સુધીમાં મુંબઈ પહોંચી જશે.

હવામાન વિભાગે ૮ અને ૯ જૂનના કોંકણ, ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે ૯ જૂને મધ્ય મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ગરમી અને ભેજવાળા વાતાવરણને કારણે લોકો પરેશાન થયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh