Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈ તા. ૬: લોકસભામાં અજીત પવાર જુથનો ભૂંડો પરાજય થયા પછી ૧૮ ધારાસભ્યો ફરીથી શરદ પવારની એનસીપીમાં જવા તૈયાર હોવાના અહેવાલો પછી મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.
લોકસભામાં ભૂંડી પછડાટ ખાનાર અજીત પવાર સાથે ગયેલા ૧૮ ધારાસભ્યો ફરી શરદ પવારના શરણે આવવા તૈયાર હોવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે.
મુંબઈથી ચોંકાવનારા અહેવાલો આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં એનસીપીના ૧૮ ધારાસભ્યો કે જેઓ ગયા વર્ષે શરદ પવાર જુથ છોડીને અજીત પવાર જુથમાં જોડાયા હતાં. તેઓ હવે શરદ પવાર સાથે ફરીથી જોડાઈ જવા માગે છે. શરદ પવારના પૌત્ર રોહિત પવારે દાવો કર્યો છે કે ૧૮ થી ૧૯ ધારાસભ્યો પાર્ટીમાં પાછા ફરવામાં રસ ધરાવે છે. તેઓ 'ઘર વાપસી' માટે સંકેતો મોકલી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી દરમિયાન અજીત પવારના જુથે માત્ર એક બેઠક જીતી હતી, જ્યારે શરદ પવાર જુથ મહારાષ્ટ્રમાં ૧ર બેઠકો લડી રહ્યા હતાં તેમાંથી ૮ બેઠકો જીતવામાં સફળ થયું હતું અને પોતાનો દબદબો કાયમ રાખવામાં સફળ થયા હતાં. લોકસભામાં ભૂંડી હાર પછી અજીત પવાર જુથમાં હલચલ મચી છે. મહારાષ્ટ્રમાં આગામી ૪ મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેથી મહારાષ્ટ્રમાં આ અહેવાલોએ રાજકીય ભૂકંપ સર્જી દીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial