Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે અચાનક દિલ્હીમાં ભાજપની મોટી બેઠક બોલાવાઈ
નવી દિલ્હી તા. ૬: આજે અચાનક જ દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓની મોટી બેઠક બોલાવાઈ છે, પણ એનડીએ સરકારની રચના માટે ચર્ચા કરવા જે.પી. નડ્ડાના ઘરે નેતાઓનો જમાવડો થયો છે, તેવા અહેવાલો છે.
લોકસભા ચૂંટણીના પરિણામો પછી ભાજપે આજે અચાનક દિલ્હીમાં એક મોટી બેઠક બોલાવી છે. માનવામાં આવે છે કે, આ બેઠક નવી સરકારની રચના સાથે જોડાયેલા મુદ્દા પર છે. આ બેઠકમાં ભાજપના અનેક નેતાઓ ભાગ લઈ રહ્યા છે.
જેપી નડ્ડાના નિવાસસ્થાને બેઠક મળી છે. આ બેઠકમાં અમિત શાહ અને રાજનાથસિંહ અને બી.એલ. સંતોષ પણ હાજર છે. આ ઉપરાંત બેઠકમાં સંઘના પદાધિકારીઓ પણ પહોંચ્યા છે. સુરેશ સોની અને દત્તાત્રેય હોસવાલ પણ ઉપસ્થિત છે. બેઠકમાં એનડીએ સરકારની રચનાને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, જે માટે દિગ્ગજ નેતાઓ જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા છે. બેઠકમાં શપથ સમારોહને લઈને તૈયારીઓની ચર્ચા કરવામાં આવશે. રાજનાથસિંહ સહિત પાર્ટીના દિગ્ગજ નેતાઓ બેઠકમાં ભાગ લેવા જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા છે.
લોકસભા ચૂંટણીના પરિણામો પછી હવે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ૮ મી જૂને યોજાય તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, મોદી સરકારના ત્રીજા કાર્યકાળનો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાશે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓને લઈને બેઠકોનો દોર ચાલુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial