Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિદેવનું જન્મ સ્થળ મનાતા આ મંદિરે સાત પનોતીજીના દર્શન થાય છેઃ
ભાણવડ તા. ૬: ભાણવડ નજીક આવેલા હાથલા ગામે શનિદેવનું પૌરાણિક સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. શનિદેવની જન્મ જયંતી નિમિત્તે ઠેર-ઠેરથી મોટી સંખ્યામાં ભાવિકો શનિદેવના મંદિરે દર્શન-પૂજા-માનતા માટે ઉમટી પડ્યા હતાં.
હમ સુપ્રસિદ્ધ મંદિરે બારે મહિના દૂર-દૂરથી ભાવિકો દર્શનાર્થે આવે છે, પણ શનિદેવ જયંતીના દિવસે ભાવિકોનો પ્રવાહ ખૂબ વધી જાય છે.
શનિદેવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા શનિ મહારાજની પૂજા, આરતી કરવામાં આવી હતી. ઉપસ્થિત ભાવિકોએ શનિદેવનો જય જયકાર બોલાવ્યો હતો. નૂતન ધ્વજારોહણ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકો શાંતિથી દર્શન-પૂજા કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ભાણવડ અને પોરબંદરથી નજીક આવેલા હાથલા ગામે ઈતિહાસની દૃષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન આ શનિદેવનું સ્થાન છે. શાસ્ત્રોમાં આ સ્થાનનો ઉલ્લેખ શનિદેવના જન્મ સ્થળ તરીકે કરવામાં આવે છે. શનિદેવની કૃપા મેળવવા લોકો દેશ-પરદેશથી અહીં આવે છે. હાથલામાં અંદાજે ૬-૭ મૂર્તિ, શનિકુંડ, વિગેરે સ્થળો પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાવલમાં બાળ શનિદેવ હાથીની સવારી કરે છે. આ સ્વરૂપ હાથલા સ્થિત મંદિરમાં જોવા મળે છે. હાથલા સિવાય સમગ્ર ભારતમાં અન્ય કોઈ સ્થળે શનિદેવ હાથી પર જોવા મળતા નથી, જેથી હાથલા જ પૌરાણિક હસ્તિનસ્થળ હોવાનું ઈતિહાસવિદે માને છે. અહીં શનિદેવના મંદિરની સાથે તેમના પત્ની પનોતી દેવીનું મંદિર પણ આવેલું છે. અહીં આવેલા કુંડમાં મામા અને ભાણેજ સાથે સ્નાન કરી પૂજા વિધિ કરે તો તેમને ક્યારેય જીવનમાં શનિદેવની પનોતી નડતી નથી તેવી પણ લોકવાયકા છે. અહીં આવતા લોકો પોતાના પગરખા પણ મંદિરે જ છોડી જાય છે. પનોતી રૂપી પગરખાને મંદિરે ઉતારી દેવાથી પનોતી તે વ્યક્તિના જીવનમાં પરત આવતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial