Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના છુટક, જથ્થાબંધ માછલીના વેપારીઓને લાયસન્સ મેળવી લેવા સૂચના

મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા

જામનગર તા. ૬: ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-ર૦૦૩ અને ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-ર૦૦૩ ની કલમ-૬ (૮) (ઘ) મુજબ જામનગર જિલ્લાના તમામ છુટક, જથ્થાબંધ માછલીના વેપારીઓ, મત્સ્યબીજના જથ્થાબંધ કે છુટક વેપારીઓ જિલ્લા મત્સ્યોદ્યોગ અધિકારી પાસેથી લાયસન્સ મેળવ્યા સિવાય માછલીની ખરીદી કે વેચાણ કરી શકશે નહીં.

તેથી અત્રેની કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં માછલી વેચાણ કરતા તમામ છુટક કે જથ્થાબંધ વેપારીઓને માછલી વેચાણ માટેના લાયસન્સ મેળવી લેવા માટે જણાવવામાં આવે છે. તેમજ કલમ-૭ (ર૬), (ર૭) અને (ર૮) મુજબ કોઈપણ પ્રોસેસિંગ પ્લાન્ટનો કોઈપણ માલિક કે કોઈ વેપારી ઓછા કદની માછલી ખરીદી શકશે. તેમજ કોઈપણ વ્યક્તિ માલ ઉતારવાના સ્થળથી, બજાર અથવા પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી ઓછા કદની માછલીની હેરફેર કરી શકશે નહીં.

આ ઉપરાંત, મત્સ્યોદ્યોગ નિયામક, ગાંધીનગરના પરિપત્ર અનુસાર જામનગર જિલ્લામાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તા. ૩૧ જુલાઈ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય અને પ્રાદેશિક જળક્ષેત્રમાં થતી માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેથી મંજૂરી ધરાવતા કે મંજૂરીના ધરાવતા કોઈપણ વેપારી આ સમયગાળા દરમિયાન માછલીનું વેચાણ કરી શકશે નહીં, તેમજ કોઈપણ બોટ દ્વારા ગેરકાયદેસર રીતે પકડેલી માછલી ખરીદી શકશે નહીં.

ગુજરાત મત્ત્સ્યોદ્યોગ કાયદો-ર૦૦૩ અને ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-ર૦૦૩ ના અમલીકરણ માટે નિયુકત કરવામાં આવેલા કોઈપણ અધિકારી માર્ગ, રેલવે દ્વારા અથવા બીજી કોઈપણ રીતે હેરફેર કરવામાં આવતા મત્સ્યબીજ, માછલી કે રવાના કરાયેલ માછલીના માલની વિશ્વાસપાત્રતા ચકાસવા માટે ચેકીંગ હાથ ધરી શકશે.

અત્રે જણાવેલ તમામ મુદ્દાઓનું જામનગર જિલ્લાના તમામ છુટક અને જથ્થાબંધ માછલીના વેપારીઓએ પાલન કરવાનું રહેશે. તેમજ આ સંદેશાનો બહોળી રીતે પ્રચાર-પ્રસાર કરવાનો રહેશે. તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh