Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ રેન્જના આઈજીપી તથા રેન્જના પાંચ એસ.પી.ની ઉપસ્થિતિમાં ભવ્ય પર્યાવરણ દિનની થઈ ઉજવણીઃ
જામનગરના પોીસ હેડ ક્વાર્ટરમાં ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી અને રાજકોટ રેન્જના આઈજીપી તેમજ રાજકોટ રેન્જના અલગ અલગ પાંચ જિલ્લાના એસપી સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં નિષ્ણાત ખેડૂતની સહાયથી ૮૮ કેરી, પપ નાળિયેર અને ૪પ અલગ અલગ ફ્રૂટના રોપાનું સમગ્ર ગુજરાતભરમાંથી એકત્ર કરીને તેનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જામનગરના પોલીસ વિભાગ દ્વારા સમગ્ર વૃક્ષોનું જતન કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોક કુમાર યાદવનું ગઈકાલે જામનગરમાં આગમન થયું હતું, ત્યારે તેઓને જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ તથા અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આવકારવામાં આવ્યા હતાં. ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાના કારણે પોલીસ હેડ ક્વાર્ટરમાં વૃક્ષારોપણનો એક કાર્યક્રમ આઈજીપી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.
જેમાં આઈજીપી અશોક કુમાર યાદવની સાથે જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નીતિશ કુમાર પાંડે, રાજકોટના એસપી અને હાલમાં જ પ્રમોશન મેળવેલા જયદીપસિંહ રાઠોડ, સુરેન્દ્રનગરના એસપી ડો. ગિરીશ પંડ્યા તેમજ મોરબીના એસપી રાહુલ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જે તમામ અધિકારીઓના હસ્તે જામનગરમાં જ વસવાટ કરતા અને મૂળ કોડીનાર પંથકના તજજ્ઞ ખેડૂત જયસિંહ મોરી કે જેઓ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આયાત કરેલા ૮૮ જેટલા કેરીના છોડવા, ઉપરાંત પપ નાળિયેરના રોપા તેમજ જાંબુ, ચીકુ, સીતાફળ, જામફળ સહિતના અલગ અલગ ૪૮ જેટલા ફ્રૂટ વગેરે મળી ૧૮૮ રોપાને આયાત કર્યા પછી તેનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વિશ્વ પર્યાવરણ દિવસની પોલીસ વિભાગ દ્વારા વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના પોલીસ વિભાગ દ્વારા તેનું જતન કરવામાં આવી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial