Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી' માં શનિ જયંતિ પર શનિ મંદિરે ઉમટ્યા ભક્તો

નાગેશ્વર વિસ્તારમાં આવેલ શનિ મંદિરે

'છોટીકાશી' કહેવાતા જામનગરમાં વૈશાખી અમાસ એટલે કે શનિ જયંતિનાં દિને શનિ દેવની કૃપા મેળવવા ભક્તો શનિ મંદિરોમાં ઉમટ્યા હતાં. નાગેશ્વર વિસ્તારમાં આવેલ શનિ મંદિરે સવારથી જ ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો હતો. તેમજ યજમાનો માટે શનિ આરાધના હેતુ વિશેષ પૂજા નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરનાં પવનચક્કી વિસ્તારમાં આવેલ શ્રી સૂર્યમુખી હનુમાન મંદિર સંલગ્ન શનિદેવનાં સ્થાનકે પણ ભક્તોએ તેલનો અભિષેક કરી શનિદેવને રીઝવવા પ્રયત્ન કર્યો હતો. શનિદેવને કર્મફળ દાતા કહેવામાં આવે છે ત્યારે સત્કર્મ એ જ શનિ ઉપાસનાનો શ્રેષ્ઠ માર્ગ છે એ પણ યાદ રાખવું જોઇએ. (તસ્વીરઃ નિર્મલ કારીયા)

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh