Advertisement
Author: નોબત સમાચાર

'હમારે બારાહ' ફિલ્મની રીલીઝ સામે બોમ્બે હાઈકોર્ટનો ૧૪ મી જૂન સુધી પ્રતિબંધ

મુંબઈ તા. ૬: આવતીકાલે તા. ૭ જૂને સમગ્ર દેશમાં હિન્દી ફિલ્મ 'હમારે બારાહ' રીલીઝ થનાર હતી. પણ પૂણેના એક નાગરિક આ ફિલ્મ વિરૂદ્ધ અરજી કરતા બોમ્બે હાઈકોર્ટે ફિલ્મને ૧૪મી જૂન સુધી રીલીઝ કરવા પર પ્રતિબંધ મુક્યો છે. આ કેસની સુનાવણી ૧૦ મી જૂને થશે.

અરજદાર અઝહર તંબોલીએ અરજીના જણાવ્યુ છે કે, આ ફિલ્મ મુસ્લિમ સમુદાયની ભાવનાને ઠેસ પહોંચાડનારી છે. કુર્રાનને ખોટી રીતે બતાવવામાં આવ્યું છે. ફિલ્મના કેટલાક સંવાદો પણ વાંધાજનક છે. ફિલ્મને યુ/એ સર્ટિફીકેટ આપવા સામે પણ કોર્ટમાં સવાલો ઉઠાવ્યા છે.

'ફિલ્મ હમારે બારાહ'નું ટ્રેલર અને ટીઝર રીલીઝ થયું ત્યારથી જ ફિલ્મ અંગે વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. ફિલ્મના કલાકારોને જાનથી મારી નાખવાની અને મહિલા કલાકારોને બળાત્કારની ધમકીઓ પણ મળી રહી છે. ફિલ્મના મુખ્ય કલાકાર અન્નુ કપુરે સુરક્ષાની માંગણી કરી હતી.

સેન્સર બોર્ડને હમારે બારાહ ફિલ્મમાંથી કેટલાક વાંધાજનક સંવાદો તથા સીન હટાવવા જણાવાયું છે. ત્યાર પછી ફિલ્મ રીલીઝ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે જામનગરની કલાકાર કૃતિકા ખીરાએ મુંબઈમાં ટીવી ચેનલો પર લોકપ્રિય સિરિયલોમાં અભિનય આપ્યા પછી તેણી હિન્દી ફિલ્મ જગતમાં 'હમારે બારાહ'માં પ્રથમ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા મળી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh