Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સમર્પણ હોસ્પિટલ નજીક છોટા હાથી ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માતઃ બે ઈજાગ્રસ્ત

કાર છોડીને ડ્રાઈવર નાસી છૂટ્યોઃ પોલીસ ફરિયાદઃ

જામનગર તા. ૬: જામનગરમાં સમર્પણ હોસ્પિટલ પાસે ફોર્ચ્યુનર કાર સાથે એક છોટા હાથીને હડફેટ લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિને ઈજા થઈ છે.

જામનગરના રામનગર વિસ્તારમાં રહેતા દિવ્યરાજસિંહ જશુભા જાડેજા (ઉ.વ.૨૯) ગત તા.૩-૬-૨૪ના રાત્રે દોઢેક વાગ્યે પોતાની સાથે બસર અસલમ ખાન (ઉ.વ.૨૭) અને આશિફ ફારૂકભાઈ જોડ (ઉ.વ.૨૦)ને છોટા હાથીમાં લઈને સમર્પણ હોસ્પિટલ માર્ગથી પસાર થતાં હતા. ત્યારે જીજે-૧૭-બીએન ૭૭૭૭ નંબરની ફોર્ચ્યુનર કારના ચાલકે છોટા હાથી વાહનને ઠોકર મારતા અકસ્માત થયો હતો.

જેમાં દિવ્યરાજસિંહ બસરને ઈજા પહોંચી હતી. જ્યારે અકસ્માત પછી ફોર્ચ્યુનર કાર ત્યાં જ છોડીને તેનો ચાલક નાસી ગયો હતો. આ અંગે દિવ્યરાજસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh