Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગ્રીન કોમ્યુનિટીઃ ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઈકો-વર્કશોપ યોજાયો

ચાલો, જામનગરને પ્લાસ્ટિકમુકત બનાવીએ

જામનગર તા. ૭: ગ્રીન કોમ્યુનિટી/ચૈતન્ય ટ્રસ્ટ જામનગર દ્વારા તાજેતરમાં ચાલો 'જામનગરને પ્લાસ્ટિક મુકત બનાવીએ' અભિયાન અંતર્ગત ચૈતન્ય છે. ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ રાજીવનગરમાં શિક્ષણ ભવન, જામનગરમાં ઈકો-બ્રિકસ વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

ઈકો-બ્રિકસ વર્કશોપમાં કુલ ૬૦ જેટલા ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. વિશ્વની સૌથી લાંબી ઈકો બ્રિકસની દિવાલ બનાવવા વિશે વાત કરેલી, ઉપરાંત ઈકો-બ્રિકસ એટલે શું, ઈકો-બ્રિકસનું મહત્ત્વ શું છે? અને ઈકો બ્રિકસ કેમ બનાવાય તે વિશે વિગતવાર માહિતી અને પ્રત્યક્ષ નિદર્શન દ્વારા ડેમો આપી ઈકો-બ્રિકસ વિશે હિતેશ પંડ્યાએ માહિતી આપી હતી.

આ ઉપરાંત વોલીયન્ટીયર યશવી કામદારે (નિરમા યુનિવર્સિટી) દ્વારા પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષો વાવવા કેટલા જરૂરી છે અને તે માટે ગ્રીન વોલીયન્ટીયર તરીકે જોડાઈને વૃક્ષો વાવવા માટે જોડાવવા એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવા વિષે જાણકારી આપેલ હતી.

કર્મા બંધ્યા (ગુજરાત લો કોલેજ) અને સગુન જૈન (નિરમા યુનિવર્સિટી) દ્વારા પ્લાસ્ટિક પ્રદુષણ ન થાય તે માટે દરેક બાળકોએ એમએલપી માટે અલગ ડસ્ટબિન રાખવા સમજણ આપેલી હતી અને દરેક બાળકો દર મહિને ઈકો-બ્રિકસ બનાવી જમા કરે તે વિશે વિગતવાર આયોજન કર્યું હતું અને અમલવારી માટે મોનિટરની નિમણૂક પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરના હિતેશ પંડ્યા, કાજલ પંડ્યા, વોલીયન્ટીયર ટીમ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી. ગ્રીન કોમ્યુનિટી અને પ્લાસ્ટિક ફ્રી જામનગર અભિયાન તેમજ તળાવ સફાઈ કાર્યમાં ગ્રીન આર્મી તરીકે જોડાઈને ધરતીમાતાની સેવા કરવા ઈચ્છતા મિત્રોએ વધુ વિગત માટે હિતેશ પંડ્યાનો ૯૪ર૮૯૮૬૦ર૬/૭૪૦પ૭૭પ૭૮૭ ઉપર સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh