Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ૬ દિવસમાં ૧૮ર મિલકતો સીલ
જામનગર તા. ૬: જામનગરમાં વધુ બે રેસ્ટોરન્ટ, ૬ ખાનગી શાળા અને પ ટ્યુશન કલાસને સીલ કરાયા છે તે સહિત ૬ દિવસ દરમિયાન પપ ટ્યુશન કલાસ ૭૧ શાળાઓ ૩૪ રેસ્ટોરન્ટ અને રર હોસ્પિટલ સહિત ૧૮ર મિલકત સીલ થઈ છે.
રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના પગલે સમગ્ર રાજ્યભરમાં હોટલ રેસ્ટોરન્ટ-શાળા કોલેજ, ટ્યુશન કલાસ સહિતના સંકુલોમાં ફાયર અનેઓસી સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ શહેરમાં જુદી જુદી આઠ ટીમો બનાવીને દોડતી કરાવાઈ છે, અને ફાયર એનઓસી તેમજ બાંધકામની મંજૂરી વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત હોટલ રેસ્ટોરન્ટને વગેરેને સીલ કરવામાં આવી રહ્યા છે, જે પૈકી આજે વધુ ર હોટલ સિલ કરાઈ છે.
તંત્ર દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગની કાર્યવાહી થઈ હતી. અને કેટલીક હોસ્પિટલમાં ફાયર એનઓસીનો અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે ગઈકાલ સુધી રર હોસ્પિટલોને પાર્ટલી સીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરની તમામ ખાનગી સ્કૂલોમાં ગઈકાલે છઠ્ઠા દિવસે પણ સામૂહિક રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે પૈકી ૬ સ્કૂલોમાં ફાયર એનઓસીનો અભાવ જોવા મળ્યો હતો. અને સિલિંગની પ્રક્રિયા ચાલુ રખાઈ હતી અને વધુ ૬ શાળાઓને સીલ કરી દેવામાં આવી છે.
સાથોસાથ શહેરમાં ચાલી રહેલા ટ્યુશન કલાસ કે જ્યાં પણ ફાયર એનઓસી વગેરેની મંજૂરી લેવામાં આવી ન હોવાનું ધ્યાનમાં આવ્યુંહતું. જેથી આવા વધુ પ ટયુશન કલાસને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. જે કાર્યવાહી અવિરત ચાલુ રખાઈ છે.
છેલ્લા પાંચ દિવસ દરમિયાન શહેરની કુલ ૭૧ સ્કૂલ, પપ કલાસીસ, ૩૪ હોટલ અને રર હોસ્પિટલ સહિત કુલ ૧૮ર મિલકતો સીલ કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન.મોદીના સીધા માર્ગદર્શન હેઠળની સિટી ઈજનેર ભાવેશ જાનીની રાહબરીમાં ૬ દિવસથી સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ફાયર બ્રિગેડની ટીમ, એસ્ટેટ શાખાની ટીમ તેમજ ટીપીઓ બ્રાન્ચની ટુકડી દ્વારા સર્વે કામગીરી કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial