Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પંચેશ્વર ટાવર, જલાની જાર સહિતના વિસ્તારમાં હાથ ધરાયું વીજચેકીંગ

ગઈકાલે ઝડપાઈ રૂ.૪૧.૮૦ લાખની વીજચોરીઃ

જામનગર તા. ૬: જામનગરની પીજીવીસીએલ કચેરીના સ્ટાફે ગઈકાલે જામનગરના લીમડાલેનથી જલાની જાર સુધીના વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધરવા ઉપરાંત જામજોધપુર પંથકમાં પણ ધોંસ બોલાવી હતી. જેમાં રૂ.૪૧ લાખ ૮૦ હજારની વીજચોરી ઝડપાઈ જવા પામી હતી.

જામનગરની વીજ કચેરી દ્વારા વીજચોરી ડામી દેવા માટે શરૂ કરવામાં આવેલી ચેકીંગ કાર્યવાહી અંતર્ગત ગઈકાલે સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળની ૩૭ ટૂકડી જામનગર શહેરના લીમડાલેન, સેતાવાડ, ખોજાવાડ, માંડવી ટાવર, જલારામ ઝૂંપડપટ્ટી, પંચેશ્વર ટાવર તથા જલાની જાર વિસ્તારમાં પહોંચી હતી.

તે ઉપરાંત જામજોધપુર તાલુકાના રબારીકા, મોટા વડીયા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ટૂકડીઓએ ૩૮૫ વીજજોડાણ ચકાસતા ૮૦ જોડાણમાં વીજચોરી જણાઈ આવી હતી. તેના ધારકોને રૂ.૪૧ લાખ ૮૦ હજારના બીલ આપવામાં આવ્યા છે. ટૂકડીઓની સાથે સ્થાનિક પોલીસના ૨૧ જવાન અને ૧૨ એક્સ આર્મીમેનને રાખવામાં આવ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh