Advertisement
Author: નોબત સમાચાર

મકાજી મેઘપર ગામની ગોળાઈમાં બાઈક સ્લીપ થતાં ઘવાયેલા પ્રૌઢનું નિપજ્યું મૃત્યુ

સરમત પાટીયા પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્તનું મોતઃ

જામનગર તા. ૬: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સરમત ગામના પાટીયા પાસે ત્રણ સપ્તાહ પૂર્વે સાંજના સમયે રોડ ક્રોસ કરતા એક પ્રૌઢને બસે ઠોકર મારી હતી. ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. બુધવારે રાત્રે કાલાવડ નજીક મકાજી મેઘપર ગામની ગોળાઈમાં બાઈક સ્લીપ થતાં ઘવાયેલા ખારાવેઢા ગામના પ્રૌઢ પર કાળનો પંજો પડ્યો છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા સરમત ગામના વાડી વિસ્તારમાં રહેતા તેજાભાઈ લીંબાભાઈ ઠુંગા (ઉ.વ.૪૦) નામના ભરવાડ યુવાન ગઈ તા.૧૦ની સાંજે સરમત ગામના પાટીયા પાસે ચાલીને રોડ ક્રોસ કરતા હતા.

આ વેળાએ પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૨૭-ટીટી ૧૬૫૯ નંબરની બસે તેઓને ઠોકર મારી દીધી હતી. રોડ પર પછડાયેલા તેજાભાઈને માથા તથા પગ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ લખમણભાઈ ઠુંગાએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ૧૬૫૯ નંબરની બસના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગર તાલુકાના ખારા વેઢા ગામના સામતભાઈ વીરાભાઈ લામકા (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ બુધવારે રાત્રે દસેક વાગ્યે જીજે-૧૦-ડીડી ૪૩૯૬ નંબરના મોટરસાયકલમાં મંગલપુર ગામથી જમવા માટે ખારાવેઢા તરફ જતા હતા.

તેઓ જ્યારે મકાજી મેઘપર ગામની ગોળાઈ પાસે પહોંચ્યા ત્યારે કોઈ કારણથી મોટર સાયકલ સ્લીપ થતાં પછડાયેલા સામતભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડવામાં આવેલા આ પ્રૌઢનંુ ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર લાલાભાઈએ પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે તેની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh