Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સબસિડી ચૂકવી આપવા ગ્રાહક ફોરમનો હુકમઃ
જામનગર તા. ૬: જામનગરના એક આસામીએ ખાનગી ફાયનાન્સ પેઢી પાસેથી હાઉસીંગ લોન મેળવ્યા પછી તેમની સબસિડી જમા થઈ હતી. તે પછી સબસિડી પરત ખેંચાઈ ગયાનું કહી પેઢીએ હપ્તાની રકમ વધારી નાખતા ગ્રાહક ફોરમમાં ધા નાખવામાં આવી હતી. ફોરમે સબસિડી તાત્કાલિક ચૂકવવા અને ખર્ચ ચૂકવી આપવા ફાયનાન્સ પેઢીને હુકમ કર્યાે છે.
જામનગરના કિશોર કારાભાઈ કરમુર, જાનીબેન કારાભાઈ કરમુર, સંજયભાઈ કે. કરમુર નામના આસામીએ ગૃહમ્ હાઉસીંગ ફાયનાન્સ લિ. પાસેથી વર્ષ ૨૦૧૬ના ઓકટોબર મહિનામાં રૂ.૯ લાખની હાઉસીંગ લોન મેળવી હતી. તેનો દર મહિને નક્કી થયા મુજબ રૂ.૧૦,૯૪૭નો હપ્તો કિશોરભાઈ ભરપાઈ કરતા હતા.
તે દરમિયાન સબસિડીની રૂ.૨,૧૫,૧૧૯ની રકમ જમા થતાં હપ્તો ઘટીને રૂ.૮૧૦૦ થયો હતો. તે પછી ગયા જાન્યુઆરી મહિનામાં હપ્તો રૂ.૧૧,૩૬૮નો થઈ જતા કિશોરભાઈએ ફાયનાન્સ પેઢીનો સંપર્ક કર્યાે હતો. જેમાં તમારી સબસિડી પરત લેવામાં આવી છે તેથી આ રકમનો હપ્તો ભરવાનો છે તેમ જણાવાયું હતું.
સબસિડી કઈ રીતે પરત લેવાઈ તેનો જવાબ આપવામાં ન આવતા કિશોરભાઈએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં રાવ કરી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે સબસિડીની રકમ તાત્કાલિક ચૂકવી આપવા ફાયનાન્સ પેઢીને હુકમ કર્યાે છે અને ત્રાસ તથા ફરિયાદ ખર્ચ પેટે રૂ.૭ હજાર અલગથી આપવા આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ યજ્ઞેશ પંડયા, મોનલ ચાવડા, તીર્થ પંડયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial