Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડના ધામણીનેસમાંથી પણ ભઠ્ઠીઓ પકડાઈઃ
જામનગર તા. ૬: લાલપુરના પીપળી ગામમાં ગઈકાલે એલસીબી તથા સ્થાનિક પોલીસે પાડેલા બે દરોડામાં બે શખ્સ દ્વારા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ ગઈ છે. બંને સ્થળેથી કુલ ૧૩૨૫ લીટર આથો તથા સાધનો મળી આવ્યા છે. બંને આરોપી નાસી ગયા છે. જ્યારે ભાણવડના બરડા ડુંગર પાસે ધામણીનેસમાંથી પણ સ્થાનિક પોલીસે દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપી લીધી છે.
લાલપુર તાલુકાના પીપળી ગામમાં ચારણનેસ પાસે એક શખ્સ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી શરૂ કરવામાં આવી હોવાની બાતમી મળતા ગઈકાલે બપોરે સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફે ત્યાં રેલવેના પુલીયા પાસે આવેલા બાવળમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે પીપળી ગામના જાલુભાઈ રાદેવભાઈ ગોદાણી નામના શખ્સ દ્વારા ચલાવાતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. તે સ્થળેથી ૧૩૦૦ લીટર આથો, ભઠ્ઠીના સાધનો, રાંધણગેસના બે બાટલા, પાંચ ચુલા, પાંચ બેરલ, નળી સહિત મુદ્દામાલ મળી આવ્યો હતો. દરોડા પહેલાં જાલુભાઈ ગોદાણી નાસી ગયો હતો.
ત્યાં જ નજીકમાં આવેલા ચારણનેસમાં હરી મેરામણ ગોદાણી નામના શખ્સ દ્વારા સંચાલિત ભઠ્ઠી પર પણ દરોડો પાડી સ્થાનિક પોલીસે પચ્ચીસ લીટર આથો, વીસ લીટર તૈયાર દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો કબજે કર્યા છે. આ શખ્સ પણ નાસી ગયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધામણીનેસ થી આગળ વાગડીયાનેસ તરફ પાણીના વહેણ નજીક વોકળામાં ભરત પાંચાભાઈ શામળા નામના રાણપર ગામના શખ્સ દ્વારા ચલાવાતી દેશી દારૂની ભઠ્ઠી પર ભાણવડ પોલીસે દરોડો પાડી ૪૦૦ લીટર આથો કબજે કર્યાે છે. ભરત શામળા નાસી ગયો છે.
ત્યાં જ આવેલી ધામણીનેસ વાળા ભુદા રાજા મોરી નામના શખ્સની ભઠ્ઠીમાં પણ પોલીસ ત્રાટકી હતી. ત્યાંથી ૪૦ લીટર તૈયાર દેશી દારૂ, ૩૬૦૦ લીટર આથો મળી આવ્યો હતો. આ શખ્સ પણ પલાયન થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial