Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦૧૮ થી ર૦રર વચ્ચે ૭,૭૭,૪ર૩ ના મોતઃ
નવી દિલ્હી તા. ૬: કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં માર્ગ અકસ્માતો અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં. નીતિન ગડકરીએ કહ્યું કે ર૦૧૮ થી ર૦રર વચ્ચે દેશમાં માર્ગ અકસ્માતમાં ૭ લાખ ૭૭ હજાર ૪ર૩ લોકોના મોત થયા છે. પરિહન મંત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ ર૦રર માં દેશમાં કુલ ૪ લાખ ૬૧ હજાર ૩૧ર માર્ગ અકસ્માતો થયા છે. અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણમાં જોવા મળેલી ખામીઓ માટે ચાર કોન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવવાની વાત કરી હતી.
સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન માર્ગ પરિહન મંત્રી નીતિન ગડકરીએ સાંસદો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતાં. સાથે જ કેન્દ્રિય મંત્રીએ માર્ગ અકસ્માતોની સંપૂર્ણ વિગતો આપી હતી. તેમણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણમાં જોવા મળેલી ખામીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી. મંત્રાલયના ડેટા અનુસાર ર૦૧૮-ર૦રર વચ્ચે માર્ગ અકસ્માતમાં ૭,૭૭,૪ર૩ લોકોએ જીવ ગુમાવ્યા છે.
કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે વર્ષ ર૦રર માં દેશમાં કુલ માર્ગ અકસ્માતોની સંખ્યા ૪ લાખ ૬૧ હજાર ૩૧ર છે. તે જ સમયે ર૦રર માં અકસ્માતોમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા જ્યારે ર૦રર માં માર્ગ અકસ્માતમાં ૪ લાખ ૪૩ હજાર ૩૬૬ લોકો ઘાયલ થયા હતાં. ગૃહમાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું કે આ સ્થિતિ દુઃખદ છે અને તેને રોકવા માટે સમાજે પણ સહકાર આપવો પડશે.
ગડકરીએ કહ્યું, 'કહેતા દુઃખ થાય છે કે પ્રાયસો છતાં એક વર્ષમાં ૧.૬૮ લાખ લોકોના મોત થયા છે. આ લોકો તોફાનોમાં મૃત્યુ પામ્યા નથી, પરંતુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં ૬૦ ટક છોકરા-છોકરીઓ હતાં. મંત્રીએ સાંસદોને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવામાં સક્રિયપણે સહકાર આપવા હાકલ કરી હતી.'
તેમણે એમ પણ કહ્યું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રસે વેના નિર્માણમાં જોવા મળેલી ખામીઓ માટે ચાર કોન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા તેમણે એમ પણ કહ્યું કે આઈઆટી-અડગપુર અને આઆઈટી-ગાંધીનગરના નિષ્ણાતોએ એક્સપ્રેસ વેનું નિરક્ષણ કર્યું અને તેના બાંધકામમાં ખામીઓ મળી.
ગડકરીએ કહ્યું, 'અમે ચાર કોન્ટ્રાક્ટરોને નોટીસ પાઠવી છે અને તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આ સાથે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે જણાવ્યું હતું. સંબંધિત અધિકારીઓ સામે પણ કાર્યવાી કરવામાં આવશે. મંત્રીએ કહ્યું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દેશનો સૌથી લાંબો રસ્તો છે અને સૌથી ઓછા સમયમાં બનાવવામાં આવ્યો છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial