Advertisement
Author: નોબત સમાચાર

ઉત્તરપ્રદેશમાં હાઈ એલર્ટઃ રાજ્યના અયોધ્યા, મથુરા, સંભલ સહિતના ર૬ જિલ્લાઓમાં કડક બંદોબસ્ત

આજે બાબરી મસ્જિદ ધ્વંશની વરસીઃ

નવી દિલ્હી તા. ૬: આજે ૬ ડિસેમ્બર છે, ૧૯૯ર માં આજના દિવસે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. આજે બાબરી ધ્વસના ૩ર વર્ષ થયા છે. ત્યારે આ દિવસને લઈને યુપી પોલીસ એલર્ટ પર છે. અયોધ્યા, વારાણસી, મથુરા, આગ્રા, સંભલ, કાનપુર અને લખનૌ સહિત રાજ્યના ર૬ જિલ્લાઓમાં પોલીસ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. આજે હિન્દુ સંગઠનોએ મથુરાની શાહી ઈદગાહમાં જલાભિષેક માટે અપીલ કરી છે અને અહીં એક હજાર પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

વધુ એક મસ્જિદનો વિવાદ

સંભલ જિલ્લાના એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ ૬ ડિસેમ્બરે જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું હતું. અહીં પણ બાબર યુગમાં બનેલી શાહી જામા મસ્જિદને લઈને વિવાદ શરૂ થયો હતો. જેના કારણે તાજેતરમાં જ જિલ્લામાં હિંસા થઈ હતી. આ જ કારણ છે કે અહીં પ્રશાસનને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. વળી આજે શુક્રવાર છે એટલે જિલ્લાઓમાં પણ કોઈપણ પ્રકારનો વિરોધ ન થઈ શકે તે માટે સુરક્ષાનો ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સંભલમાં આજના દિવસને લઈને ખાસ સુરક્ષા વ્યવસ્થા ખડકી લેવામાં આવી છે. માહોલ શાંતિપૂર્ણ રહે તે માટે આરએએફની એક કંપની, પીએસીની ૯ કંપનીઓ તથા વધારાના આરઆરએફ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક ખૂણે પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે.

મથુરામાં ચાંપતી સુરક્ષા

ઉત્તરપ્રદેશના મથુરામાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. શાહી ઈદગાહને લઈને વિવાદ ચાલી રહ્યો છે જ્યાં હિન્દુ સંગઠનોએ જળાભિષેકની અપીલ કરી છે. આ માટે અહીં એક હજાર પોલીસકર્મીઓને તૈના કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. બાબરી મસ્જિદ તોડી પાડવાનો દિવસ પણ છે અને તેના માટે સુરક્ષા પણ કડક કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ પગપાળા પેટ્રોલીંગ કરી રહ્યા છે. સંવેદનશીલ સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh