Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં ગોરખધંધા
સુરત તા. ૬: સુરતમાં એક ગેંગનો પર્દાફાશ થયો છે. તેની પાસેથી લગભગ ૧,ર૦૦ નકલી ડીગ્રીઓનો ડેટાબેઝ મળી આવ્યો છે. ગેંગના સભ્યોએ આઠમું ધોરણ પાસ કરનારાઓને મેડિકલ ડીગ્રી પણ આપી હતી. તેના બદલામાં તે દરેક વ્યક્તિ પાસેથી ૭૦ હજાર રૂપિયા લેતો હતો. ગુજરાત પોલીસે આ ટોળકી પાસેથી ડીગ્રી ખરીદનારા ૧૪ નકલી ડોક્ટરોની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી ડો. રમેશ ગુજરાતીની પણ ધરપકડ કરી છે. આરોપીઓ 'બોર્ડ ઓફ ઈલેક્ટ્રો હોમિયપેથિક મેડિસિન ગુજરાત' અથવા બીઈએચએમ દ્વારા જારી કાયેલી ડીગ્રીઓ આપતા હતાં. પોલીસને તેમની પાસેથી સેંકડો અરજીઓ, પ્રમાણપત્રો અને ટિકિટ મળી છે.
ઘણાં લોકો કહે છે કે કલયુગમાં કંઈપણ થઈ શકે છે, પરંતુ આજકાલ જે પ્રકારના સમાચાર આવી રહ્યા છે તેના પરથી કહી શકાય કે આ 'ઠગ યુગ' છે. દેશમાં છેતરપિંડી કરનારાઓ લોકોને છેતરવા માટે ઘણી રીતો ઘડી રહ્યા છે. આવો જ એક કિસ્સો ગુજરાતના સુરતથી સામે આવ્યો છે. સુરત પોલીસે ગુરુવારે એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં નકલી મેડિકલ ડીગ્રી વેંચવામાં આવતી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસમાં કુલ ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં માસ્ટમાઈન્ડ અને નકલી પ્રમાણપત્રોના આધારે 'ડોક્ટર' તરીકે કામ કરતા લોકોનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે આ નકલી ડોક્ટરોએ કથિત રીતે ૬૦,૦૦૦ થી ૮૦,૦૦૦ રૂપિયા આપીને ડીગ્રી લેટર ખરીદ્યા હતાં. તેમણે જણાવ્યું કે મોટાભાગના આરોપીઓ ૧ર માની બોર્ડની પરીક્ષા ઘણી મુશ્કેલીથી પાસ કરવામાં સફળ રહ્યા હતાં.
આ કેસના મુખ્ય સૂત્રધારની ઓળખ સુરતના રહેવાસી રસેશ ગુજરાતી તરીકે થઈ છે. જે સહઆરોપી બી.કે. રાવતની મદદથી નકલી ડીગ્રી આપતો હતો. એવું બહાર આવ્યું છે કે તેઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણાં લોકોને આવી ૧,પ૦૦૦ થી વધુ નકલી ડીગ્રીઓ જારી કરી છે. શહેરના પાંડેસર વિસ્તામાં દરોડા પછી આ ધરપકડ કરવામાં આવી હતી, જ્યાંથી ક્લિનિક ચલાવતા હતાં. અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ બેચલર ઓફ ઈલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ સાયન્સ પ્રમાણપત્રની નકલી ડીગ્રીના આધારે પ્રેક્ટિસ કરતા હતાં, જે ગુજરાતી છે અને બીજા આરોપીની ઓળખ અમદાવાદના રહેવાસી બીકે રાવત તરીકે થઈ છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓ કોઈપણ જાણકારી કે તાલીમ વિના એલોપેથિક દવાઓ આપતા હતાં. રાજ્યભરમાં આવા સેંકડો નકલી ડોક્ટરો ક્લિનિક ચલાવી રહ્યા હોવાની આશંકા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી ડોક્ટરોના ક્લિનિકમાં કામ કરતા લોકોની ઓળખ કરતી હતી અને તેમને પોતાનું ક્લિનિક ખોલવા માટે પ્રમાણપત્રો ઓફર કરતી હતી. શરૂઆતમાં રસ ધરાવનાર વ્યક્તિને કહેવામાં આવ્યું હતું કે તેણે અઢી વર્ષ સુધી તાલીમ લેવી પડશે, પરંતુ આ માત્ર દેખાડો કરવા માટે હતું. કારણ કે કોઈએ તે તાલીમ લીધી ન હતી.
સુરત પાંડેસર પોલીસે થોડા સમય પહેલા જ ત્રણ જેટલા તબીબોને ત્યાં દરોડા પાડ્યા હતાં, જ્યાં તેમની ડીગ્રી ચેક કરતા તે બોગસ હોવાનું સામે આવ્યું હતું. આ ડીગ્રી તેઓ ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે આ બોગસ ડીગ્રી સુરતમાં રહેતા રસેશ ગુજરાતી અને બી.કે. રાવત પાસેથી લાવ્યા હોવાની કબુલાત કરી હતી. જે રીતે આ ત્રણે બોગસ તબીબો દ્વારા કબુલાત કરવામાં આવી હતી ત્યારપછી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને એક ટીમને અમદાવાદમાં રહેતા બીકે ાવતને ત્યાં પણ મોકલી આપવામાં આવી હતી.
પોલીસે આ સમગ્ર બનાવમાં આચાર્ય આરોપીઓ વિરૂદ્ધ ખંડણી અને ધાકધમકીનો પણ ગુનો નોંધ્યો છે. પકડાયેલ આરોપી પૈકી સમીમ અન્સારી પણ આરોપી રસેશ ગુજરાતી પાસે આ બોગસ ડીગ્રી લીધી હતી અને ભસ્તાન વિસ્તારમાં ક્લિનિક શરૂ કરી દીધું હતું, જો કે સારવાર દરમિયાન એક બાળકનું મોત નિપજ્યું હતું જે બનાવને લઈને ભેસતાન પોલીસે બોગસ આરોપી એવા સમિમ વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. સમીમ લાજપોર જેલમાં ૧૦૮ દિવસ રહીને બહાર આવ્યો હતો. પાંડેસરા પોલીસે આ સમગ્ર બનાવમાં બોગસ તબીબ સહિત ૧૩ આરોપીઓની ધરપકડ કરી છે. ટીમ દ્વારા જ્યારે તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું હતું કે તેઓની પાસેથી જે ડીગ્રી છે તે ધોરણ ૧૦, ૧ર અને કોલેજ સુધીની જ છે.
વધુમાં આરોપી રસેશ જણાવ્યું હતું કે તેઓ તો રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ એલોપેથીનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. આ સ્કેમ વર્ષ ર૦૦ર થી તેઓ દ્વારા ચલાવવાાં આવતું હતું, જેથી પોલીસ દ્વારા મુખ્ય આરોપી રસેસ અને બીકે રાવતના બેંક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરશે, કારણ કે અત્યાર સુધી આ બન્ને આરોપીઓ દ્વારા ૧ર૦૦ થી વધુ લોકો પાસેથી ૭૦ હજારથી વધુની રકમ એટલે કે કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવમાં ઈન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial