Advertisement
Author: નોબત સમાચાર

સમાણામાં કરોડોના ખર્ચે વિકાસ કામો પ્રગતિ હેઠળ

જામનગર તા. ૬: જામનગર તાલુકાના સમાણા ગામમાં કરોડો રૂપિયાના વિકાસ કામો હાલ પ્રગતિમાં છે. હાલ પણ ખુટતી માળખાકિય સુવિધાઓ તથા માછીમારોને જરૂરી પાયાની સુવિધાઓ બાબતે કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી.

હાલ અમુક કામો પ્રગતિ હેઠળ છે. જેમાં સમાણા ગામની જેટીથી સમાણા પાટીયા સુધીના રોડને પહોળો કરીને ગામમાં ૯૦૦ મીટર સી.સી. રોડ તથા ડામર રોડ મંજૂર થયેલ છે. આશરે રૂ. સાડા ત્રણ કરોડ ખર્ચ હાલ આ કામમાં પ્રગતિમાં છે.

સમાણા ગામમાં માછીમારોનાં બંદર માટેની જેટીમાં ફિશ લોડીંગ સેન્ટરમાં રીપેરીંગ- અપગ્રેડેશનને રૂ. ૪ કરોડ ૭૦ લાખના કામના ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે.

સમાણા ગામમાં આવેલ જેટીમાં પીવાનાં પાણીની પાઈપ લાઈનનુ કામ ટેન્ડર થયું છે. જે કામ આશરે ૩૦ લાખનાં ખર્ચે થનાર છે. તેમજ જેટીને વધારાની ૩૦૦ મીટર લંબાવવા માટે સૈદ્ધાંતિક સ્વિકાર કરવામાં આવ્યો છે. આ કામ માટે આશરે ૨૫ કરોડના ખર્ચ થનાર છે.

આ બાબતે તાલુકા પંચાયતના સદસ્ય નસીમબેન ફારૂકભાઈ ગંઢારએ સંબંધિત વિભાગને રજૂઆત કરી હતી. જેને મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા મંજૂર કરાવાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh