Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સંઘવીની બેઠક પરથી મળ્યા નોટોના બંડલ

રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા તપાસ હાથ ધરવામાં આવીઃ

નવી દિલ્હી તા. ૬: રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળતા હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં આ મામલે વિપક્ષ ભારે હોબાળો મચાવી રહ્યા છે. સભાપતિ જગદીપ ધનખડે ખુદ આ વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આજે સભાપતિ જગદીપ ધનખડે જાણકારી આપી હતી કે ગઈકાલે ગૃહની કાર્યવાહી સ્થગિત થયા પછી સુરક્ષા અધિકારીઓએ અમને જણાવ્યું કે સીટ નંબર રરર પરથી કેશ મળી આવી છે. આ સીટ તેલંગાણાથી સાંસદ અભિષેક મનુ સંઘવીને અલોટ કરવામાં આવી છે. આ મામલે નિયમો અનુસાર તપાસ થવી જોઈએ અને એ શરૂ પણ કરી દેવામાં આવી છે.

રાજ્યસભાના અધ્યક્ષે આજે સંસદમાં સીટ નંબર રરર પરથી સિક્યોરિટી કર્મીને નોટોના બંડલ મળી આવ્યા હોવાની અને આ મામલે તપાસ હાથ ધરાઈ હોવાનું જાણ કરતા જ મલ્લિકાર્જુને તુરંત જ ઊભા થઈ સલાહ આપી કે તમે કહી રહ્યા યો કે, આ મામલે તપાસ હાથ ધરી છે, તો જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી નામ જાહેર કરવું જોઈએ નહીં.

સત્તાપક્ષ ભાજપ તરફથી આ મામલે કોંગ્રેસને ઘેરવામાં આી રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી પણ સત્તાપક્ષને જવાબ આપવામાં આવી રહ્યા છે. ભાજપ સાંસદ જે.પી. નડ્ડાએ આ મામલાને ગંભીર ગણાવ્યો હતો. આ સાથે ભાજપે તપાસની પણ માગ કરી છે. નડ્ડાએ કહ્યું કે મને આશા છે કે આ મામલે યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે. જ્યારે આ મામલે ખુલાસો કરતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ નોટોના બંડલ મારા નથી. ખડગેએ પણ કહ્યું કે તપાસ વગર કોઈના પર આરોપ લગાવી શકાય નહીં.

અભિષે મનુ સંઘવીએ આ આરોપોને ફગાવતા જણાવ્યું છે કે, હું જ્યારે રાજ્યસભામાં જઉ છું, ત્યારે મારી પાસે માત્ર રૂ. પ૦૦ ની નોટ રાખુ છું. મેં આ પ્રથમ વખત સાંભળ્યું છે (મારી પાસે નોટોના બંડલ છે) હું સંસદમાં ૧ર-પ૭ વાગ્યે પહોંચ્યો હતો. સંસદની કામગીરી ૧ વાગ્યે શરૂ થઈ હતી. બાદમાં હું ૧-૩૦ વાગ્યા સુધી અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ સાથે બેઠો હતો અને ત્યારપછી સંસદમાંથી બહાર નીકળ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh