Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રીઃ ઠંડી વધી

તાપમાનનો પારો સડસડાટ ૩.૮ ડીગ્રી નીચે સરક્યોઃ

જામનગર તા. ૬: જામનગરમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો સડસડાટ ૩.૮ ડીગ્રી સુધી નીચે શરકીને ૧૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ઠંડીમાં પણ વધારો થયો હતો.

જામનગરમાં ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સતત વધતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી. એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ૩.૮ ડીગ્રી સુધી નીચે શરકીને ર૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો. લઘુતમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ઠંડીમાં પણ વધારો થયો હતો. નગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh