Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ૬: અમેરિકાના કેલિફોર્નિયાથી સાન ફ્રાન્સિસ્કો સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. કેલિફોર્નિયામાં તેની તીવ્રતા ૭.૦ સુધી અનુભવાઈ હતી. ભૂકંપ પછી ચેતવણી જારી કરવામાં આવી હતી કે પ.૩ મિલિયન લોકો સુનામીથી પ્રભાવિત થશે, જે હવે દૂર કરવામાં આવી છે. ભૂકંપને કારણે દીવાલો-મકાનોમાં તિરાડ પડી હતી.
અમેરિકાના પશ્ચિમ કિનારે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, જેને નેશનલ વેધર સર્વિસ દ્વારા રદ્ કરવામાં આવી છે. હકીકતમાં કેલિફોર્નિયાના કર્ન્ડેલમાં ૭.૦ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયા પછી સુનામીની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું.
કેલિફોર્નિયામાં આવેલો ભૂકંપ સાન ફ્રાન્સિસ્કો સુધી દક્ષિણમાં અનુભવાયો હતો. આ ભૂકંપ એટલી વધુ તીવ્રતાનો હતો કે અહીં રહેતા લોકોએ કેટલીક સેકન્ડો સુધી ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. આ પછી ઘણાં નાના આંચકા આવ્યા. હાલમાં કોઈ મોટું નુક્સાન કે મૃત્યુ અંગે કોઈ માહિતી નથી. યુએસજીએસ મુજબ ભૂકંપ ઓરેગોન સરહદ નજીક દરિયાકાંઠાના હમ્બોલ્ટ કાઉન્ટિના નાના શહેર કર્ન્ડેલની પશ્ચિમમાં લગભગ ૧૦-૪પ વાગ્યે આવ્યો હતો.
કેર્લિફોર્નિયામાં આવેલો ભૂકંપ એટલો તીવ્ર હતો કે લોકોના ઘર થોડીક સેકન્ડ માટે ધ્રુજતા જોવા મળ્યા હતાં. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઘરોમાં રાખવામાં આવેલી વસ્તુઓમાં હલચલ જોવા મળી હતી. લોકોએ લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવ્યા હતાં. દક્ષિણમાં કેલીફોર્નિયા તેમજ સાન ફ્રાન્સિસ્કોના લોકોએ ૭.૦ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial