Advertisement
Author: નોબત સમાચાર

'જળ સંરક્ષણ' વિષયક પોસ્ટર સ્પર્ધામાં ધોરણ ૧૨ની વિદ્યાર્થિની જિલ્લા-રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી

જી.એસ. મહેતા કન્યા વિદ્યાલયનું ગારૈવઃ

વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદ અને જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના સંયુકત ઉપક્રમે જળ સંરક્ષણ વિષય અનુસંધાને યોજાયેલ પોસ્ટર સ્પર્ધામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૩૪૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિકાસ ગૃહ જામનગર સંચાલિત શ્રીમતી જી.એસ. મહેતા કન્યા વિદ્યાલયની ધો. ૧૨ ની વિદ્યાર્થિની કુ. દિશાબેન ડાભીએ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી રૂ. ૩૦૦૦ નું ઈનામ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવી રૂ. ૫૦૦૦ નું રોકડ ઈનામ મેળવી સંસ્થા અને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

વિકાસ ગૃહ જામનગરનાં પ્રમુખ કરશનભાઈ ડાંગર, કા. મંત્રી પાર્થ પંડયા, આચાર્યા હિનાબેન તન્ના તથા સમગ્ર સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh