Advertisement
Author: નોબત સમાચાર

પુસ્તકો પલળી જવાના બનાવમાં દોષિતો સામે કાર્યવાહી કરવા રજૂઆત

ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા

જામનગર તા. ૬: જામનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પુસ્તકો પલળી જવાના બનાવ અંગે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા જામજોધપુર- લાલપુર વિસ્તારના આમઆદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ઉગ્ર રજૂઆત કરી છે.

જામનગર જિલ્લાના શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે દરેડમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આવેલ છે જયાં પ્રાથમિક શિક્ષણને લગતું તમામ સાહિત્ય રાખવામાં આવે છે અને ત્યાંથી તેમને શાળાઓ સુધી વિતરણ કરવામાં આવતું હોય છે. પરંતુ ભવનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને તંત્રની ઘોર-બેદરકારીને કારણે જામનગર જિલ્લામાં તા. ૨૭ થી ૨૯ ઓગસ્ટ દરમિયાન પડેલ વરસાદમાં આ ભવન રાખવામાં આવેલ તમામ સાહિત્ય પલળી ગયું છે. સમયસર પુસ્તકોનું વિતરણ ન થવાના લીધે અને સાહિત્યની યોગ્ય જાળવણી ન થવાના લીધે જિલ્લાના વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત રહી ગયા છે. આ પુસ્તકોની સંખ્યા આશરે આઠ હજાર કરતા પણ વધારે હતી. જે ખરેખર ખુબ જ ગંભીર બાબત છે. આજનો વિદ્યાર્થી જ આવતી કાલનું ભવિષ્ય છે ત્યારે વિદ્યાર્થીઓના પુસ્તકો સમયસર વિતરણ થયા વગર રહી જવા અને તેની યોગ્ય જાળવણી ન થવાની બાબતે યોગ્ય અને પારદર્શક રીતે તપાસ કરવી જરૂરી છે.

જે બાબતે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા તા. ૨૪ ઓકટોબરના તપાસ સમિતિ નીમવામાં આવી હતી. સમિતિએ એક અઠવાડિયામાં રિપોર્ટ આપવાનો હોય છે, પરંતુ દોઢ મહિનો જેટલો સમય વીતી ગયેલ હોવા છતાં તપાસ સમિતિ દ્વારા કોઈ જ રિપોર્ટ રજુ કરવામાં આવેલ નથી. આથી આ મામલે તત્કાલ યોગ્ય કરવા માટે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરને પત્ર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલીક દોષિતો પર કાર્યવાહી કરવા માટે માંગણી કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh