Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ ઈજાગ્રસ્તને જામનગર હોસ્પિટલમાં ખસેડાયાઃ
જામનગર તા. ૬: દ્વારકા નજીક આવેલા રૂપેણ બંદર પર સ્થાનિક માછીમારો તથા કેટલાક આયાતી માછીમારો વચ્ચે ગઈકાલે બંદર પર બોટ પાર્ક કરવા મુદ્દે બોલાચાલી થયા પછી છૂટાહાથની મારા મારી શરૂ થઈ હતી. જેમાં ૨૬ જેટલા વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે. હોસ્પિટલ ખસેડાયેલા ઈજાગ્રસ્ત પૈકીના પાંચને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ ટીમ ધસી ગઈ હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધવાની તજવીજ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂ૫ેણ બંદર પર વસવાટ કરતા અને માછીમારી કરતા સ્થાનિક લોકો તથા અન્ય ગામમાંથી આવેલા કેટલાક માછીમારો વચ્ચે બંદર પર હોડી રાખવાના મુદ્દે કેટલાક દિવસોથી ઘર્ષણ શરૂ થયું હતું તે પછી ગઈકાલે સાંજે બોટ પાર્કિંગના મુદ્દે બોલાચાલી થયા પછી બઘડાટી બોલી ગઈ હતી.
રૂપેણ બંદર પર વસવાટ અને માછીમારી કરતા વ્યક્તિઓની સાથે હર્ષદ, નાવદ્રા, ભોગાત વગેરે ગામોમાંથી આવેલા કેટલાક માછીમારો રૂપેણ બંદર પર આશરો મેળવી રહ્યા છે તેઓની વચ્ચે રૂપેણ બંદર પર બોટ પાર્કિંગનો મુદ્દો ગઈકાલે ઉગ્ર બની સપાટી પર આવી ગયો હતો. નજીવી બાબતે બોલાચાલી શરૂ થયા પછી જોતજોતામાં બંને પક્ષના કેટલાક વ્યક્તિઓ વચ્ચે ઉશ્કેરાટ વ્યાપ્યો હતો.
બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. છૂટા હાથની મારામારી શરૂ થતાં બે ડઝન જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાંચેક વ્યક્તિને વધુ ઈજા જણાઈ આવતા તેઓને જામનગર રીફર કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ધસી આવ્યો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધવાની તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial