Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયા દોઢ કરોડ ઉપરાંતની ઉચાપતનો મામલોઃ
જામનગર તા. ૬: ધ્રોલના લતીપરમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની શાખાના આ મેનેજરે પોતાની સત્તાનો ઉપયોગ કરી ૮૦ જેટલા બેંક ખાતામાંથી રૂ.૧,૫૬, ૫૭,૯૯૩ની ઉચાપત કર્યાની નવ મહિના પહેલા પોલીસમાં ફરિયાદ થયા પછી આ આરોપીને ધ્રોલ પોલીસે યુપીના કાનપુરમાંથી પકડી પાડ્યો હતો તેના રિમાન્ડ માંગવામાં આવતા અદાલતે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ધ્રોલના લતી૫ર ગામમાં શાખા ધરાવતી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના શાખા મેનેજર નયનકુમારસિંગ રાધાવિનોદ સિંગે પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી તે શાખામાં ખાતા ધરાવતા ગ્રાહકોની માગણી કે મંજૂરી વગર જ તેમના ખાતામાં લોન લિમિટનો ઉપયોગ કરી વાઉચર કે ચેક મેળવ્યા વગર ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી રૂ.૧,૫૬,૫૭,૯૯૩ મેળવી તેની ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
આ આરોપીને ધ્રોલ પોલીસે નવ મહિના પછી ઉત્તરપ્રદેશના કાનપુરમાંથી દબોચી લીધો હતો. તેની વિધિવત ધરપકડ કરાયા પછી રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે આ આરોપીને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યો છે.
આ અધિકારીએ ખાતા ધારકોના નામે કરેલી લોન અને ખેડૂતોને પાક ધિરાણની આપવાની થતી રકમ ખાતામાં ન ભરી બારોબાર પોતાના સગા સંબંધીના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. આવી રીતે આ અધિકારીએ ૮૦ જેટલા બેંક એકાઉન્ટમાં ઘાલમેલ કરી રૂ.૨ કરોડ જેટલી રકમની ઉચાપત કર્યાનું બહાર આવી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial