Advertisement
Author: નોબત સમાચાર

લિવ ઈન રિલેશનશીપમાં રહેતા શખ્સની ધરપકડ પછી રિમાન્ડ નામંજૂરઃ જામીનમુક્તિ

યુવતીએ પોલીસમાં લૂંટની કરી હતી ફરિયાદઃ

જામનગર તા. ૬: જામનગરના એક શખ્સે પોતાની સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી યુવતીને ત્રાસ આપી તેણીનો મોબાઈલ, પર્સ વગેરે ઝૂંટવી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ શખ્સ ની ધરપકડ કરી પોલીસે રિમાન્ડ ની માગણી કરી હતી. અદાલતે રિમાન્ડ અરજી નામંજૂર કરી આરોપીને જામીનમુક્ત કરવાનો હુકમ કર્યાે છે.

જામનગરના સુનિલ વિપુલભાઈ ધવડ તથા એક યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયા પછી બંને લિવ ઈન રિલેશનશીપ માં સાથે રહેતા હતા. તે દરમિયાન સુનિલ ઉર્ફે ધમાએ તેણીને ત્રાસ આપી યુવતીનો મોબાઈલ તથા પર્સ, બેંકના કાગળ, થોડી રોકડ ઝૂંટવી લીધાની પોલીસમાં તે યુવતીએ ફરિયાદ કરી હતી.

સિટી બી ડિવિઝન પોલીસે આરોપીની શોધ હાથ ધરી હતી. તે દરમિયાન ત્રણેય પોલીસ મથકની ખાસ ટીમે આરોપી સુનિલ વિપુલભાઈ ધવડને પકડી પાડી રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કર્યાે હતો. જ્યાં આરોપીના વકીલ નયન કનખરાએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે પોલીસની રિમાન્ડની માગણી નામંજૂર કરી આરોપીને રૂ.૧૦ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh