Advertisement
Author: નોબત સમાચાર

સડોદરમાં પાકમાં ઝેરી દવા છાંટતી વખતે દવાની અસર થઈ જતાં મહિલાનં મૃત્યુ

ભાગમાં રાખેલા ખેતરમાં કરતા હતા દવાનો છંટકાવઃ

જામનગર તા. ૬: જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં એક ખેતર ભાગમાં વાવવા માટે રાખ્યા પછી મૂળ મધ્યપ્રદેશના શ્રમિક મહિલા ગઈકાલે તુવેરના પાકમાં દવાનો છંટકાવ કરતા હતા ત્યારે તેઓને દવાની અસર થઈ જતાં સારવાર માટે જામનગર દવાખાને લઈ જવાયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

જામજોધપુર તાલુકાના સડોદર ગામના વાડી વિસ્તાર માં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ઢાકનબારી ગામના વતની સુનિતાબેન ગોપાલભાઈ પવાર (ઉ.વ.ર૧) નામના મહિલા પોતે જે ખેતર ભાગમાં વાવવા માટે રાખ્યું હતું. તે ખેતરમાં તુવેરના પાકમાં ગઈકાલે દવાનો છંટકાવ કરી રહ્યા હતા.

આ વેળાએ તેઓને દવાની અસર થઈ જતાં ઉલ્ટીઓ શરૂ થઈ હતી. બેશુદ્ધ બની ગયેલા સુનિતાબેનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયાના ભાડથર ગામમાં ખેતમજૂરી કરતા મોહનભાઈ કેરૂભાઈ સીંગારે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh