Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરૂદ્ધ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી

આતંકવાદીઓના ઘરની તલાશી પછી સંપત્તિ જપ્ત

નવી દિલ્હી તા. ૬: શ્રીનગર આતંકવાદીઓના ઈકોસિસ્ટમને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટેના અભિયાનને ચાલુ રાખીને, પોલીસે ગુરૂવારે શોપિયાં જિલ્લામાં સક્રિય આતંકવાદીના પિતા અને આતંકવાદી સહાયકના સસરાના નામે નોંધાયેલી બે રહેણાંક મિલકતોને જપ્ત કરી છે. પોલીસે આ કાર્યવાહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એકટ, ૧૯૬૭ (યુએપીએ) હેઠળ કરી છે.

આ કેસની માહિતી આપતાં પોલીસ પ્રવકતાએ જણાવ્યું કે, વંદિના શોપિયામાં લશ્કર-એ-તૈયબાના હિટ સ્કાઉટ તરીકે ઓળખાતા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ટીઆરએફના સક્રિય આતંકવાદી અદનાન શફી ડારનું બે માળનું ઘર જોડાયેલું છે.

આ ઘર ચાર મરલા જમીન પર બનેલ છે. અને અદનાન શફીના પિતા મોહમ્મદ શફી ડારના નામે નોંધાયેલું છે. અદનાન શફી ડાર આ વર્ષે થયેલી એક પરપ્રાંતિય મજૂરની હત્યામાં પણ સામેલ છે. આ સિવાય પોલીસે શોપિયાંના મલ્હોરા ગામમાં સાત મરલા જમીનમાં બે માળનું મકાન કબ્જે કર્યું છે.

આ ઘર અબ્દુલ મજીદ કોકાના નામે નોંધાયેલું છે. અબ્દુલ મજીદ કોકા કુખ્યાત આતંકવાદી મદદગાર સજજાદ અહેમદ ખાહના સસરા છે. શોપિયામા ઈમિગ્રન્ટ કામદારોની હત્યાના કાવતરામાં સામેલ હોવા ઉપરાંત સજજાદ અહેમદે આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાનોની પણ વ્યવસ્થા કરી હતી. હાલ તે જેલમાં છે. પ્રવક્તાએ કહ્યું કે આજે અટેચ કરવામાં આવેલી બંને પ્રોપર્ટીની કિંમત અંદાજે ૫૦ લાખ રૂપિયા છે. આ બંને મિલકતો જપ્ત કરતા પહેલા સંબંધિત લોકોને જરૂરી કાનુની નોટિસ પણ આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh