Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભરતી બઢતીના નિયમોને મંજુરી માટે
જામનગર તા. ૬: જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આગામી તા. ૧ર ના યોજવામાં આવી છે. છેલ્લા અનેક સામાન્ય સભા વિકાસ કામના એજન્ડા વગરની જ ંમળી રહી છે. જે સીલસીલો આગામી સામાન્ય સભામાં પણ યથાવત્ જળવાઈ રહેશે.
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આગામી તા. ૧ર ના ગુરૂવારના યોજવામાં આવી છે જેમાં સેક્રેટરી અને ઓડીટ શાળાના ભરતી-બઢતીના નિયમોને મંજુરી આપતા ઠરાવને પસાર કરવામાં આવશે.
સેક્રેટરી શાખાના સેક્રેટરી, ક્લાર્ક, સિનિયર ક્લાર્કની જગ્યા ઉપરાંત ચિફ ઓડીટર, સબ ઓડીટર, અને કલેરીકલ સ્ટાફની ભરતી અને બઢતીના નિયમોને મંજુરી આપવામાં આવશે.
હાલ ચીફ એડીટર અને સેક્રેટરીની જગ્યામાં ઈન્ચાર્જ કામગીરી કરી રહી છે જ્યાં કદાચ સીધી ભરતીથી સક્ષમની નિમણૂક કરી શકાય છે.
આ સિવાય અન્ય કોઈ વિકાસ એજન્ડાનો સમાવેશ નથી.
અત્રે ઉલ્લેનિય છે કે છેલ્લી અનેક સામાન્ય સભામાં કોઈ ખાસ વિકાસ એજન્ડાનો સમાવેશ થયો નથી. આ મુદ્દે અગાઉની સામાન્ય સભામાં વિપક્ષના અલ્તાફ ખફીએ પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે બે માસના અંતરે એક વખત મળતી સામાન્ય સભામાં કંઈ ખાસ વિકાસ એજન્ડા હોતા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial