Advertisement
Author: નોબત સમાચાર

પીએમજેએવાય હેઠળ ત્રણ વર્ષમાં ૩૮૪૨ ઓપરેશનઃ ૧૧૨ વ્યકિતના મૃત્યુનો ઘટસ્ફોટ

ખ્યાતિના ખતરનાક ખૂની ખેલઃ

અમદાવાદ તા. ૬: ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં ૩૮૪૨ ઓપરેશન કરવામાં આવ્યા હતાં. અને તેમાં ૧૧૨ દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હતાં. આરોપીઓ દ્વારા દર્દીઓના સારવાર દરમિયાન યોગ્ય તકેદારી ન રાખવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જેથી ૧૧૨ દર્દીઓના શંકાસ્પદ મરણ માટે હોસ્પિટલની બેદરકારી જવાબદાર હોવાની શકયતાને પગલે ક્રાઈમ બ્રાંચ અને મેડિકલ એકસપર્ટ કમિટી દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવશે.

ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બોરીસણા બે દર્દીઓના એન્જિયોપ્લાસ્ટીની સર્જરી દરમિયાન મોત થયા હતા. ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલના તબીબો, સીઈઓ અને ડીરેકટરો વિરૂદ્ધ દાખલ થયેલા ગુનાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી. ક્રાઈમબ્રાંચે આ કેસની તપાસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાંથી મળી આવેલા પીએમજેએવાય હેઠળ થયેલા ઓપરેશનના દસ્તાવેજો, આરોગ્ય વિભાગ પાસેથી મળેલા વિગતોની તપાસ કરતા અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે.

ખ્યાતિ હોસ્પિટલમાં જરૂર ન હોવા છતાં ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને એન્જિયોગ્રાફી અને એ પછી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે. કૌભાંડમાં પ્રથમ દિવસે બે વ્યકિતના મોત બાદ આ હોસ્પિટલમાં જ સ્ટેન્ટ મુકાવી શંકાસ્પદ રીતે મૃત્યુ થયા હોવાની કુલ પાંચ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી છે. આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતના અલગ-લગ કેસ પણ સામે આવ્યા હતા અને તેમાં કુલ ૧૧ વ્યકિત મૃત્યુ પામી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

અત્યાર સુધીની તપાસમાં હજુ સુધી માત્ર હોસ્પિટલના ડોકટર, સીઈઓ અને સંલગ્ન અધિકારીઓની જ ધરપકડ થઈ છે. કેન્દ્ર સરકારની ગરીબ માટેની પીએમજેએવાય યોજનાની ગેરરીતિ, ખ્યાતિ હોસ્પિટલને મળતી ખાસ સવલતો અંગે કોઈ સરકારી અધિકારીની સંડોવણી બહાર નથી આવી. ખ્યાતિની આ ખૂની ખેલની તપાસ શંકાસ્પદ રીતે મંદ ગતિએ ચાલી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh