Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીએ અન્ય બેના નામ આપ્યાઃ
જામનગર તા. ૬: દ્વારકા નજીકના વસઈ ગામ પાસે અવાવરૂ જગ્યામાં ઉગી નીકળેલા બાવળમાં ત્રણ શખ્સે સંતાડીને રાખેલી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બે બ્રાંડની ૪ર બોટલ પોલીસે કબજે કરી છે. ઝડપાયેલા એક આરોપીએ પોતાના બે સાગરિતના નામ પોલીસને આપ્યા છે.
દ્વારકાથી ઓખા વચ્ચેના રોડ આવેલા વસઈ ગામ પાસે એક અવાવરૂ જગ્યામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતા ગઈરાત્રે દ્વારકા પોલીસે દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા સુવર્ણ મંદિરથી આગળ અવાવરૂ જગ્યામાં બાવળની ઝાળીઓમાં પોલીસે તલાશી લેતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બે બ્રાંડની ૪૨ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યાે છે. તેની સાથે દ્વારકાની નરસંગ ટેકરીમાં રહેતા કરણ ટપુભા સુમણીયા ઉર્ફે કનુની ધરપકડ કરી છે. આ શખ્સે પોતાના સાગરિત મૂળુભા મેરૂભા માણેક ઉર્ફે મોડભા તથા સુનિલભા મેરૂભા માણેકના નામ આપ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial