Advertisement
Author: નોબત સમાચાર

રૂપિયાની લેતીદેતીના મામલે અપાઈ ધમકી

એક શખ્સે ફોન પર ધમકાવ્યાની ફરિયાદઃ

જામનગર તા. ૬: જામનગરના એક વેપારીએ પોતાના મિત્રની ઓળખાણ અન્ય સાથે કરાવ્યા પછી રૂપિયા લેતીદેતીના મામલે મનદુખ ઉભુ થયું હતું. તે રકમ માટે એક શખ્સે ફોન કરી પતાવી દેવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના ખંભાળિયા નાકા ૫ાસે આવેલા જૂના કુંભાર વાડામાં રહેતા અને દુધનો વેપાર કરતા સાવનભાઈ રાજેશભાઈ ફલીયાએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દિલીપ આહિર ઉર્ફે સર્કીટ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેઓએ પાંચેક વર્ષ પહેલા પોતાના મિત્ર મહેન્દ્રસિંહ રાણાની મુલાકાત ભરતભાઈ સાથે કરાવી હતી. તે પછી બંને વચ્ચે પાંચેક વર્ષ સુધી વેપાર કરાયો હતો.

વેપારની રકમની લેતીદેતી મામલે બંને વચ્ચે બોલાચાલી થયા પછી ગયા સોમવારે સાંજે જ્યારે લાલબંગલા પાસે સાવનભાઈ આવ્યા ત્યારે તેઓને ફોન કરીને દિલીપ ઉર્ફે સર્કીટે પૈસા બાબતે વાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બીએનએસની કલમ ૩૫૧ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh