Advertisement
Author: નોબત સમાચાર

સાયબર ક્રાઈમ આચરતી ટોળકીને બેંક ખાતું વાપરવા આપનારના જામીન

અગિયાર સામે નોંધાયો હતો ગુન્હોઃ

જામનગર તા. ૬: જામનગરના અગિયાર વ્યક્તિ દ્વારા સાયબર ક્રાઈમ આચરતી ટોળકીને પોતાના બેંક ખાતા વાપરવા આપ્યા હોવાનો આક્ષેપ મૂકી સાયબર ક્રાઈમ પોલીસે આ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તેમાંથી એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રખાઈ છે.

જામનગરના વસંતભાઈ શાંતિલાલ જેઠવા તેમજ મયુર મનહરલાલ સોઢા સહિતના ૧૧ વ્યક્તિએ ઈન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરી સાયબર ક્રાઈમ આચરતી ટોળકીને પોતાના બેંક એકાઉન્ટ વાપરવા આપ્યાની વિગતો ખૂલી હતી.

આ વ્યક્તિઓએ ઓન લાઈન ઠગાઈ કરી લેતા વ્યક્તિઓને કમીશન મેળવી પોતાના બેંક ખાતા વાપરવા આપ્યા હતા. તેવી વિગત સાયબર ક્રાઈમ પોલીસે ડીટેક્ટ કર્યા પછી તમામ અગિયાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પૈકીના વસંતભાઈ જેઠવાએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલત રૂ.પ૦ હજારના જામીન પર તેને મુક્ત  કરાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh