Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જુની ગેલેક્સી સિનેમાની સામે આવેલ શેરીમાં ખરાબ રસ્તાથી લોકો પરેશાન

જામનગરમાં જુની ગેલેક્સી સિનેમા સામે આવેલ શેરીઓમાં ખાડા ખડબા વાળા રોડના કારણે ત્યાંના ધંધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ શેરીમાં આવેલા ધંધાર્થીઓ દ્વારા અનેક વખત રસ્તો બનાવવા માટે રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ આ શેરીમાં રસ્તો બનાવવામાં આવતો નથી. આ શેરીમાં નાના-મોટા અનેક ધંધાર્થીઓની દુકાનો આવેલી હોય ત્યાં આવતાં ગ્રાહકોને પણ ખરાબ રસ્તાના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે. તો વહેલી તકે આ શેરીમાં રસ્તો બનાવી અને ધંધાર્થીઓ તેમજ લોકોને તકલીફ માંથી છુટકારો મળે તેવી માંગણી ઉઠવા પામી છે. ઉપરોક્ત તસ્વીરમાં ખાડાખડબા વાળા રસ્તા દૃશ્યમાન થાય છે. અને ચોમાસા દરમ્યાન આ શેરીમાં પાણી ભરાવવાની પણ સમસ્યા ઓ તો તાકીદે આ સમસ્યાનું નિવારણ કરવા માટે લોકોમાં માંગ ઉઠવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh