Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમ આદમી પાર્ટીના નેતાએ વયના કારણે નિર્ણય લીધો હોવાનું કારણ
નવી દિલ્હી તા. ૬: દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના શાહદરાના ધારાસભ્ય રામ નિવાસ ગોયલે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટીના શાહદરાના ધારાસભ્ય રામ નિવાસ ગોયલે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખીને તેનું કારણ જણાવ્યું હતું. પત્રમાં ૭૬ વર્ષિય ગોયલે પાર્ટી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ તેમની આગામી જવાબદારી માટે તૈયાર છે.
તેમની ઉંમરનો ઉલ્લેખ કરીને વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે તેઓ હવે વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. આ બેઠક પર નવા ઉમેદવારને ઉતારવા અંગે પાર્ટી ટૂંક સમયમાં નિર્ણય લેશે. તેઓ ર૦૧પ માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. પાર્ટીએ તેમને શાહદરા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા હતાં. આ સીટ પરથી બન્ને વખત જીત્યા હતાં. રામ નિવાસ ગોયલ આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલા ૧૯૯૩ માં બીજેપીમાંથી ધારાસભ્ય હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial